Latest

નવસારી ની દોઢ માસ થી ઘરે થી નીકળેલ મહિલા ને બે દિકરીઓ સાથે ૧૨ દિવસ આશ્રય આપી પરિવાર જોડે પુનઃ સ્થાપન અર્થે નવસારીના “સખી” વન સ્ટોપ સેંન્ટર મુકવામાં આવ્યા

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

અરવલ્લી જિલ્લાના “સખી” વન સ્ટોપ સેન્ટરે  નવસારી ની  દોઢ માસ થી ઘરે થી નીકળેલ મહિલા ને  બે દિકરીઓ સાથે ૧૨ દિવસ આશ્રય આપી પરિવાર જોડે પુનઃ સ્થાપન અર્થે નવસારીના “સખી” વન સ્ટોપ સેંન્ટર ખાતે તા – ૨૪/૯/૨૦૨૨ ના રોજ મૂકવામાં આવેલ છે

   કલેક્ટર  ની અધ્યક્ષતા  તથા માર્ગદર્શન હેઠળ તથા “સખી” વન સ્ટોપ સેન્ટર ના નોડલ અધિકારી અને મહિલા બાળ અધિકારી ના  માર્ગદર્શન થી પરખ સંસ્થા હિંમતનગર સંચાલિત “સખી” વન સ્ટોપ સેન્ટર,અરવલ્લી દ્વારા તા.૧૩/૯/૨૦૨૨ ના રોજ રાત્રે પરખ સંસ્થા સંચાલિત “સખી” વન સ્ટોપ સેન્ટર અરવલ્લી ખાતે ૧૮૧  અભયમ હેલ્પ લાઇન દ્વારા આ મહિલા ને બે દિકરિઓ સાથે આશ્રય આપવામાં આવેલ

મેડિકલ સારવાર કરાવેલ તેમજ વધુ મેડિકલ તપાસ માટે હિંમતનગર સિવિલ ખાતે લઈ જઈ સારવાર કરાવેલ અને બેનનું કાઉન્સિલિંગ કરતા બેન જુદા જુદા ગામો ના નામ જણાવતા હતા અને સેંન્ટરના કર્મચારીઓ ધ્વારા આપેલ ગામ પ્રમાણે જુદા જુદા  પોલિસ સ્ટેશનમા તપાસ કરાવેલ પરંતુ નવસારીના વિસ્તારનું સરનામુ આપતા સખી વન સ્ટોપ સેંન્ટર નવસારીના કર્મચારીનો સંપર્ક કરતા બેન તેમના વિસ્તારમાં જઇ તેમના માતા- પિતાની મુલાકાત લઇ માહિતિ મળેલ કે બેન ના પતિ બીજી પત્ની સાથે લગ્ન કરી ભાગી ગયેલ

છે ત્યારથી બેનની માનસિક સ્થિતિ સારી નથી અને પતિ જોડે જવુ છે એમ કહી ઘર છોડીને નિકળી ગઈ છે અને પિતાની પરિસ્થિતિ સારી ન હોવાથી લેવા આવી શકે તેમ નથી જેથી  સખી વન સ્ટોપ સેંન્ટર અરવલ્લી ના કેસ વર્કર સીતાબેન ,મલ્ટિ પર્પઝ ગાયત્રીબેન ,સિક્યુરિટી જયેશભાઇ તથા મહિલા પોલિસ સ્ટાફ  સંગીતાબેન મણાત  સાથે નવસારી સખી વન સ્ટોપ સેંન્ટર ખાતે બેનને બે દિકરિઓ સાથે પુન;સ્થાપન અર્થે મુકવામાં આવેલ છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

વડાપ્રધાનની “એક ભારત – શ્રેષ્ઠ ભારત” સંકલ્પના સાકાર કરતો ત્રિ-દિવસીય ઇન્ડિયન ફોક કાર્નિવલ અમદાવાદમાં સંપન્ન

અમદાવાદ, સંજીવ રાજપૂત: દેશભરના રાજ્યોના લોક કલાકારોએ ઇન્ડિયન ફોક કાર્નિવલમાં…

1 of 604

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *