Latest

એન.ડી.આર.એફ ની ટીમ દ્વારા મહુવા અને તળાજાના નીચાણવાળા વિસ્તારોમાં જાગૃતિ કાર્યક્રમ યોજાયો

 


સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં સંભવિત ભારે વરસાદની શક્યતાના પગલે એન.ડી.આર.એફ.ની ટીમો તૈનાત કરવામાં આવી છે તે અંતર્ગત ભાવનગર ખાતે મૂકવામાં આવેલી એન.ડી.આર.એફ.ની ટીમે આજે મહુવા અને તળાજા તાલુકાના નીચાણ વાળા વિસ્તારોમાં સંભવિત વધુ વરસાદ પડે તો તકેદારીના ભાગ રૂપે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.

ઉલ્લેખનીય છે કે, એન.ડી.આર.એફ.ની ટીમ ભાવનગર આવી પહોંચી છે અને સંભવિત ભારે વરસાદ ની આગાહીને અનુસંધાને સ્ટેન્ડ ટુ છે ત્યારે લોકોમાં જાગૃતિ ફેલાય એ હેતુ થી કતપર, બોરડી, જાગધાર અને સરતાનપર ગામોની મુલાકાત લઈને ગામ લોકોને ઘરેલુ વસ્તુની ઉપયોગીતાથી પુરની પરિસ્થિતિમાં બચવા માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

મહુવા અને તળાજા તાલુકો દરિયા કિનારે છે ત્યારે દરિયાઈ વિસ્તારોની મુલાકાત લેવા સાથે આ ટીમે ગામની વિવિધ શેરીઓ અને મહોલ્લાઓમાં ફરીને કઈ રીતે રાહત બચાવની કામગીરી હાથ ધરી શકાય તે અંગેની વિગતો મેળવી હતી.

આ મુલાકાતમાં ડી.પી.ઓ. ડિમ્પલબેન તેરૈયા, મહુવા ડે. દિપેશભાઈ, તળાજા ડે. મામલતદાર મોરીભાઇ ટીમની સાથે રહ્યાં હતાં.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

બાર કાઉન્સિલની ચૂંટણીમાં લોકચાહના મેળવતા ઉમેદવાર નરેન્દ્ર માધુ જીતની રેસમાં અગ્રેસરનો સમર્થકોનો દાવો..

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી દર પાંચ વર્ષે યોજાય…

1 of 626

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *