સુરત.સંજીવ રાજપૂત: કેન્દ્રીય યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય હેઠળના નેહરુ યુવા કેન્દ્ર-સુરત, માય ભારત અને રત શહેર ટ્રાફિક શાખાના સંયુક્ત ઉપક્રમે સુરતમાં ઓ.એચ. નાઝર, આયુર્વેદ કોલેજ ખાતે ટ્રાફિક જાગૃત્તિ તથા રોડ સેફ્ટી કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં ૧૦૦થી વધુ યુવાનો જોડાયા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટર. જે.કે. રાઠોડ તેમજ રોડ સેફ્ટી ટ્રેનર તથા કોર્ડીનેટર બ્રિજેશભાઈ વર્મા દ્વારા ટ્રાફિક અવેરનેસ તથા રોડ સેફ્ટીનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ રોડ પર લઈ જઈને ફિલ્ડ તાલીમ આપવામાં આવી હતી.
આ વેળાએ ઓ.એચ. નાઝર આયુર્વેદ કોલેજના આચાર્ય ડો. કિર્તીબેન પટેલ, ટ્રાફિક પી.આઈ. જે.કે. રાઠોડ, રોડ સેફ્ટી ટ્રેનર તથા ડિસ્ટ્રીક્ટ ટ્રાફિક એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટી-સુરતના અધ્યક્ષ બ્રિજેશ વર્મા, ટ્રાફિકના ડી.સી.પી. અમિતા વાનાણી હાજર રહ્યા હતા. યુવાનોને માય ભારત ટી- શર્ટ તેમજ ટોપીનું વિતરણ કરાયું હતું. કાર્યક્રમનું સંચાલન માય ભારત-સુરત અને નેહરુ યુવા કેન્દ્ર-સુરતના જીલ્લા યુવા અધિકારી સચિન શર્માના માર્ગદર્શન હેઠળ કેન્દ્રના રાષ્ટ્રીય યુવા સ્વયંસેવકો ગૌરવ પડાયા, ઉજ્જવલ પરમાર અને જૈવિક રૈયાણીએ કર્યું હતું.