ભારતીય લોકો ભારતીય માટે સમાજસેવા કરે તે બાબતો ઘણા લોકોએ જોઈ હશે પણ વિદેશી લોકો ભારતીયો માટે સેવા કરે અને સુંદર હોસ્પિટલ નુ બિલ્ડિંગ બનાવીને ગરીબોને સારવાર મળે તે માટે 4 દેશોના 108 જેટલા લોકો ચિત્રકૂટ થી 12 ડિસેમ્બરના રોજ નીકળ્યા હતા
આ લોકો દ્વારા ફાળો ઉઘરાવવામાં આવી રહ્યો છે અને આ લોકો 23 તારીખના રોજ કચ્છના ઘોરડો ખાતે યાત્રાનું સમાપન કરશે.4 અલગ અલગ દેશોના 108 જેટલા વિદેશી અને એનઆરઆઈ લોકો ગરીબોના કલ્યાણ માટે અને ભારત દેશના કલ્યાણ માટે રીક્ષા વડે ફાળો એકઠા કરવા નીકળ્યા છે આ તમામ લોકો યુકે ની સેવા ઇન્ટરનેશનલ સંસ્થાથી જોડાયેલા છે.આ સંસ્થા ના ઉદયપુર થી નીકળેલા 108 જેટલા લોકો આજે અંબાજી આવી પહોંચ્યા હતા.
અંબાજી સર્કિટ હાઉસમાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.આદિવાસી સમાજ દ્વારા પણ આદિવાસી સંસ્કૃતિના લોક નૃત્ય રજૂ કરીને તેમને ભારતીય સંસ્કૃતિની યાદ અપાવવામાં આવી હતી,ત્યારબાદ આ તમામ લોકો અંબિકા ભોજનાલયમાં ભોજન માટે ગયા હતા
ત્યારબાદ અંબાજી મંદિરમાં માતાજીના દર્શન કરવા આવ્યા હતા. માતાજીના દર્શન કરીને તેમને ધન્યતા અનુભવી હતી અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતુ.
અંબાજી મંદિરના શિખર ઉપર તેમને ધજા અર્પણ કરી હતી. મંદિરમાં ભક્તોએ બોલ મારી અંબે જય જય અંબે નો નાદ પણ કર્યો હતો.અંબાજી મંદિરમાં તેમને માતાજીના દર્શન કર્યા હતા.
ચિત્રકૂટની 25 વર્ષ જૂની હોસ્પિટલ નું બિલ્ડીંગ જૂનું થઈ જતા ગરીબો માટે હોસ્પિટલની સેવા હજુ પણ ચાલુ રહે તે માટે સેવા.યુકે.ડોટ કોમના 108 જેટલા લોકો રીક્ષા લઈને ફાળો એકઠા કરવા નીકળ્યા હતા જેમાં તેમને ઘણી જગ્યાએ સારો એવો ફાળો મળ્યો હતો.
:- ભરત વડુકલ, સેવા.ડોટ.ઓઆરજી, ફાઉંડર :-
તેમને જણાવ્યું હતું કે ચિત્રકૂટમાં હોસ્પિટલના નવીન બિલ્ડીંગ બનાવવા માટે અમે વિદેશથી ખાસ આવ્યા છીએ અને અમને બધી જગ્યાએ સારો સાથ સહકાર મળ્યો છે. અંબાજી ખાતે આરએસએસ, વિશ્વ હિન્દુ પરિષદ, આદિવાસી સમાજ સહીત અન્ય લોકોએ તેમનું સ્વાગત કર્યું હતું.
:- અંબાજી ખાતે વિદેશી મહિલાઓ અને આદિવાસી સમાજની મહિલાઓ સાથે નૃત્ય કરતી જોવા મળી :-
અંબાજી વિસ્તાર આસપાસ આદિવાસી સમાજ મોટી સંખ્યામાં વસવાટ કરે છે આજે ચાર દિવસથી આવેલા વિદેશી લોકો અને NRI લોકો સાથે આ વિસ્તારનાં આદીવાસી સમાજના લોકો ઢોલ સાથે નૃત્ય કરતા જોવા મળ્યા હતા.
અંબાજી પ્રહલાદ પૂજારી