ભારતીય જનતા પાર્ટી – ભરૂચ દ્વારા રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા અને બિહારના કેબિનેટ મંત્રી શ્રી જીવેશ મિશ્રાની વિશેષ ઉપસ્થિતિમાં બિહાર દિવસ 2025 અંતર્ગત “એક ભારત શ્રેષ્ઠ ભારત” સ્નેહમિલન સમારોહની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી.
આ ભવ્ય કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું કે, “ગુજરાત અને બિહાર વચ્ચે સાંસ્કૃતિક, સામાજિક અને સહઅસ્તિત્વનો એક નાતો બંધાયો છે. આ કાર્યક્રમો દ્વારા એ ભાઈચારો વધુ મજબૂત બને છે.
શિક્ષણ મંત્રીએ આ કાર્યક્રમને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો “એક ભારત શ્રેષ્ઠ ભારત” અને “સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસ” ના મંત્રનું જીવંત રૂપ ગણાવ્યું હતું.
તેમણે ઉમેર્યું કે, “આવો સાંસ્કૃતિક અને રાજકીય સંવાદ એ દેશના બે મહત્વપૂર્ણ રાજ્યો—ગુજરાત અને બિહાર—વચ્ચે એક જૂથબદ્ધ વિચારમંથન છે, જે આગામી લોકશાહી યાત્રાને વધુ મજબૂત બનાવે છે. આ સંવાદો રાજ્યના સંકલ્પોને વિસ્તાર આપે છે અને આવા સંસ્કૃતિક મેળાવડા નવા ભારતના નિર્માણ માટે યુવાનોમાં એકતા, ગૌરવ અને રાષ્ટ્રભાવના ઊંડેરી રહેશે.
આ કાર્યક્રમમાં સુપ્રસિદ્ધ ગાયક અલોક કુમાર, બિહારના રાજ્યસભા સાંસદ શ્રી શભુ શરણ પટેલ, બિહારના વ્યાપર સેલના કન્વીનર શ્રી રાજીવ રંજન ગુપ્તા, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી પ્રકાશ મોદી, અંકલેશ્વરના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી શ્રી ઇશ્વરસિંહ પટેલ, ભરૂચના ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી, ભરૂચ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ શ્રી અશોક ઝા, પ્રદેશ કાર્યકારીણી સદસ્ય શ્રી રાજીવસિંહ (પપ્પુસિંહ), ભરૂચ જિલ્લા ભાષા ભાષી સેલ કન્વીનર શ્રી અનિલ શુકલા, અંકલેશ્વર ભાષા ભાષી સેલ કન્વીનર શ્રી અમૃતભાઉ સાંલુકે સહિત સહસંયોજક, જિલ્લા ભાજપના આગેવાનો, વિવિધ મોરચાના પદાધિકારીઓ, બિહાર સમુદાયના આગેવાનો તથા મોટી સંખ્યામાં શુભચિંતકો ઉપસ્થિત રહ્યા હતા.