૧૫ કરોડના શેત્રુંજી નદી ઉપર મેકડા-ઇંગોરાળા રોડમાં મેજર બ્રીજની મંજુરી મેળવતા ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાળા
સૈદ્ધાંતિક મંજૂરી આ૫તા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબનો આભાર માનતા :- ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલા
મેકડા-ઇંગોરાળા રોડના અપગ્રેડેશન માટે સરકારની મંજૂરી, સ્થાનિકોમાં ખુશીની લહેર
સાવરકુંડલા તાલુકા મેકડાથી ઇંગોરાળા રોડ પર મેજર બ્રીજ, એપ્રોચ સીસી રોડ અને પ્રોટેક્શન વોલના નિર્માણ માટે ૧૫ કરોડ સૈદ્ધાંતિક મંજૂરી મળતા આ વિસ્તારના લોકોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ છે.આ પ્રોજેક્ટ મંજૂર થવાથી મેકડા અને ઇંગોરાળા તેમજ આસપાસના જેથી આજુ-બાજુના તાલુકા ગારિયાધાર,સાવરકુંડલા,લીલીયા તાલુકાની કનેટીવીટી વધશે આ વિકાસ કાર્યથી સ્થાનિક લોકોની કનેક્ટિવિટીમાં સુધારો થશે અને પરિવહનની સુવિધા વધશે.મેજર બ્રીજ બનવાથી રસ્તો પાર કરવું સરળ બનશે,
જ્યારે એપ્રોચ સી.સી રોડથી રસ્તાની ગુણવત્તા સુધરશે. પ્રોટેક્શન વોલ આસપાસના વિસ્તારને સુરક્ષા પ્રદાન કરશે. અને લોકોને અવરજવરમાં સરળતા રહેશે. ચોમાસાની ઋતુમાં ભારે વરસાદના કારણે થતી મુશ્કેલીઓ પણ દૂર થશે.
આ બ્રીજ અને રોડ બનવાથી આ વિસ્તારના વિકાસને નવી દિશા મળશે અને આર્થિક પ્રવૃત્તિઓમાં પણ વધારો થશે.આ કામથી મેકડા-ઇંગોરાળા ગામના સ્થાનિક લોકોમાં ખુશીનો માહોલ પ્રસરી રહ્યો છે.તથા સ્થાનિક આગેવાનો અને ગ્રામજનોએ આ મહત્વપૂર્ણ કાર્યને મંજૂરી આપવા બદલ સરકારનો તથા ધારાસભ્યશ્રીનો આભાર માન્યો હતો.તેવુ સત્વ અટલધારા કાર્યાલયના ઇન્ચાર્જ જે.પી. હીરપરાએ અખબારી યાદીમાં જણાવ્યું છે.