Latest

વડાપ્રધાન નરન્દ્રભાઇ મોદી ના એક પેડ મા કે નામ આપેલ સ્લોગન ને સાર્થક કરવા વન મહોત્સવ અંતર્ગત સૌ પ્રથમ વાર ડ્રોન દ્વારા અરવલ્લી જીલ્લાના શામળાજી ખાતે 5 હેક્ટર જંગલ માં 25 હજાર વૃક્ષારોપણ કરાયું

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

હાલ સમગ્ર રાજ્ય માં પર્યાવરણ ની જાળવણી અર્થે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના  અને મુખ્પ્રધાનપદ ભૂપેન્દ્ર પટેલ ના એક પેડ મા કે નામ આપેલ સ્લોગન ને સાર્થક કરવા વન મહોત્સવ અંતર્ગત નવતર પ્રયોગ દ્વારા વૃક્ષારોપણ થઈ રહ્યું છે

ત્યારે સાબરડેરી દ્વારા પણ પર્યાવરણ ની જાળવણી માટે વન વિભાગ પાસેથી 5 હેક્ટર જમીન શામળાજી પાસે આવેલ વેનપુર ના જંગલ માં લીધી છે ત્યારે આજે પ્રથમ વાર  શામળાજી શીત કેન્દ્ર ખાતે સાબરડેરી ચેરમેન શામળભાઈ પટેલ ,મંત્રી ભીખુસિંહ પરમાર ,ધારાસભ્ય પી સી બરંડા , ડિરેક્ટર જયંતીભાઈ પટેલ મેનેજિંગ ડિરેક્ટર સુભાષભાઈ પટેલ એ વૃક્ષારોપણ કર્યા બાદ શામલાજી ના વેણપૂર જંગલ માં રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમાર ,ગુજરાત મિલ્ક ફેડરેશન અને સાબર ડેરી ચેરમેન શામળ ભાઈ પટેલ, ધારાસભ્ય પી સી બરંડા તેમજ સાબર ડેરી ના નિયામક મંડળ ના ડિરેક્ટરો શામળભાઇ પટેલ ,કાંતિભાઈ પટેલ જશુભાઈ પટેલ, અરવલ્લી જીલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ રણવીર સિંહ ડાભી, ભિલોડા તાલુકાના ડિરેક્ટર કાંતિભાઈ પટેલ  સચીનભાઈ પટેલ સાબરડેરી ના મેનેજીંગ ડિરેક્ટર  સુભાષભાઈ પટેલ ,વિભાગીય વડાઓ એચ.આર ડિપાર્ટમેન્ટ ના  એન.એલ પટેલ, એમ.પી. ઓ ના ડો.એમ.એન.પટેલ. ,ડો. જે કે પટેલ, ડો. ડી.ડી.પટેલ,ડો.જે.એન.પટેલ, વેટરનરી ના ડો.પી.એસ.પટેલ તથા  હરેશભાઈ પટેલ ,અંકુર પટેલ સહિત ના અધિકારીઓ તેમજ અરવલ્લી જિલ્લા ના વન વિભાગના અધિકારીઓ અને સાબરકાંઠા જિલ્લાના વન વિભાગના અધિકારીઓ તેમજ કમૅચારીઓ ની હાજરી અને શામળાજી શીતકેન્દ્ર સ્ટાફ મિત્રો દ્વારા ડ્રોન માં અલગ અલગ જાત ના બિયારણ સાથે બનાવેલ સીડ બોલ દ્વારા ઊંચે ડુંગરો ની પહાડીઓ  પર વૃક્ષારોપણ કરી નવતર પ્રયોગ હાથ ધર્યો

ડ્રોન ટેકનોલોજી થી સિડબોલ દ્વારા વૃક્ષારોપણ આ પદ્ધતિ આ વિસ્તાર માં પ્રથમ વખત અપનાવવા માં આવી છે સિડબોલ ની બનાવટ માં છાણ અને માટી ના બોલ બનાવી એમાં ફળાઉ વૃક્ષો અને ઇમારતી વૃક્ષો લીમડો સીતાફળ જેવા કે જે જંગલ માં ખાસ થતા હોય એવા બીજ ભેળવી ને તૈયાર કરાયેલા સિડબોલ ને ડ્રોન માં ભરી ને ડ્રોન જંગલ માં ઊંચે ઉડાડી જંગલ ના અલગ અલગ ભાગ માં સિડબોલ ફેકવામાં આવે છે અને વરસાદી ભેજ ના કારણે આ સિડબોલ દ્વારા વૃક્ષો ઉગશે અને સફળ વનીકરણ થશે આમ શામળાજી ના જંગલો માં 25000 સિડબોલ નું ડ્રોન દ્વારા છુટા છુટા નાખી ને વાવેતર કરાયુ છે ઉપસ્થિત સૌ મહાનુભાવોએ આ નવતર પ્રયોગ ને આવકારી અભિનંદન પાઠવ્યા છે આ કાર્યક્રમને સફળ બનાવવા શામળાજી એમ પી ઓ ના ઇન્ચાર્જ હેમંત પટેલ અને એમ.પી. ઓ સ્ટાફ તથા વેટરનરી ઇન્ચાર્જ ડોક્ટર એસ જી પટેલ શામળાજી શિતકેન્દ્ર ના ઇન્ચાર્જ મહેશ પટેલ તથા તમામ સ્ટાફે જહેમત ઉઠાવી હતી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા તા. ૧૫ સપ્ટેમ્બર, રવિવારના રોજ રાજકોટ તથા સુરેન્દ્રનગર જિલ્લાના પ્રવાસે

ડૉ. મનસુખ માંડવિયા ગુજરાતના રાજકોટમાં પશ્ચિમના રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો સાથે…

1 of 553

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *