રાધનપુર, એ.આર. એબીએનએસ: પાટણ જિલ્લાના રાધનપુર ખાતે ઓપરેશન સિંદૂરના સન્માનમાં રાધનપુર માં તિરંગા યાત્રા યોજાઈ હતી. સમગ્ર રાધનપુર પંથકમાં “ભારત માતાકી જય” ના નાદ થી શહેર ગુંજી ઉઠ્યું હતું. રાધનપુર જમ્મુ-કાશ્મીરના પહેલગામ ખાતે નિર્દોષ પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાની ઘટના બાદ ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ દ્વારા મા ભારતીને તથા આપણા તિરંગાને અપાવેલા ગૌરવને વધાવવા રાધનપુર ખાતે ગાયત્રી મંદિર થી રામજી મંદિર સુધી તિરંગા યાત્રા યોજાઈ હતી.
ભારતીય સેનાના સન્માન માટે આયોજિત તિરંગા યાત્રાને રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકીએ ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું. રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી એ જણાવ્યું કે, ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ દ્વારા પાકિસ્તાનના ઘરમાં ઘુસીને આતંકવાદીઓના ઠેકાણાનો નાશ કર્યો છે. વિશ્વે પણ ભારતની નોંધ લીધી છે.ઓપરેશન સિંદૂર થકી ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતના વિજયને ઉજવવા અને લોકોમાં દેશપ્રેમની ભાવના અખંડિત રહે એ હેતુથી આજે રાધનપુર માં તિરંગા યાત્રા યોજવામાં આવી છે.
તિરંગા યાત્રામાં નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન વિક્રમભાઈ જોશી અને રાધનપુર શહેર ભાજપ પ્રમુખ રાજુભાઈ ઠક્કર અને તાલુકા ભાજપ પ્રમુખ અજીતસિંહ પરમાર અને તાલુકા ભાજપ મંત્રી બેચરભાઈ ઠાકોર અને પ્રકાશભાઈ દક્ષિણ અને ડોક્ટર ગોવિંદજી ઠાકોર અને ગુલામભાઈ ઘાંચી બાંધકામ સમિતિ ચેરમેન નગરપાલિકા રાધનપુર અને નિલેશભાઈ રાજગોર અને ચીકાભાઇ રબારી નગરપાલિકા સદસ્ય અને, ખેતાજી ઠાકોર અને સંગઠનના પદાધિકારીઓ, વિવિધ સામાજિક ધાર્મિક સંસ્થાઓ, પોલીસ જવાનો ,હોમગાર્ડ્સ જવાનો, દેરક સમાજના અગ્રણીઓ, વ્યાપારીઓ અને શહેરીજનો જોડાયા હતા.