પ્રેમાળ જીવદયા ટ્રસ્ટ દ્વારા “જીવદયા અભિયાન” અંતર્ગત ઉત્તરાયણના પતંગોત્સવ દરમિયાન દોરાથી ઇજાગ્રસ્ત થયેલ પક્ષીઓની માવજત કરી હતી; રાષ્ટ્રીય પર્વ પ્રજાસત્તાક દિવસે માન. રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ ઘવાયેલ પક્ષીઓને પ્રકૃતિના ખોળે આઝાદ કર્યા.
આ ક્ષણે માન. રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ જણાવ્યું કે, પ્રકૃતિ સાથે સહજ જીવદયા અને સંવેદનાની આ પ્રેરણાદાયી ક્ષણ આપણને વધુ માનવતાપૂર્ણ બનાવે છે. આપણી ભારતીય સંસ્કૃતિ જીવદયામાં માને છે, ત્યારે ઉત્તરાયણ પર્વ દરમિયાન ઘવાયેલા પક્ષીઓને નવો જીવનદાન આપીને ટ્રસ્ટ અને તેમના સેવકોએ શ્રેષ્ઠ માનવધર્મ નિભાવ્યો છે.
ચાલો, સૌ સાથે મળી જીવદયાના આ ઉત્કૃષ્ટ કાર્યમાં જોડાઈએ અને પ્રકૃતિ સાથે માનવતાના સંબંધો મજબૂત કરીએ.