સહસ્ત્રફણા પાર્શ્વનાથ ટ્રસ્ટ દ્વારા આજરોજ અત્રેની શાળાનાં તમામ વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટ તરફથી સ્મૃતિબેન અને જીજ્ઞાબેન ઉપસ્થિત રહ્યા જેમણે સ્વહસ્તે બધાં વિદ્યાર્થીઓને નોટ આપી વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધી શિક્ષણનું મહત્વ સમજી સારું શિક્ષણ લેવા માટે પ્રેરણા આપી હતી. ઉપરાંત શાળાની કોઈપણ શૈક્ષણિક જરૂરિયાત માટે મદદની જરૂર હોય તો અમે મદદ કરવા તૈયાર છીએ એવી પણ તેમણે બાંહેધરી આપી હતી.
શાળાનાં આચાર્ય પ્રકાશભાઈ પરમારે સહસ્ત્રફણા પાર્શ્વનાથ ટ્રસ્ટ તરફથી આવેલ બંને બહેનોનું સ્વાગત કરી દાનનો મહિમા સમજાવ્યો હતો. વિદ્યાદાન એ શ્રેષ્ઠ દાન છે અને સમાજમાં શિક્ષિત માણસોની સંખ્યા વધે તો સમાજ વધારે સમૃદ્ધ બનશે એવું જણાવી એમણે દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
ભાવેશ મુલાણી, ભરૂચ.