Latest

ભાવનગર શહેર અને જિલ્લામાં યોજાયેલ જુનિયર ક્લાર્કની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન

ભાવનગરના કુલ ૧૮૩ કેન્દ્રોમાં ૧૭,૮૯૧ ઉમેદવારોએ જુનિયર ક્લાર્કની પરીક્ષા આપી

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ભાવનગર શહેર જિલ્લાના ૧૮૩ કેન્દ્રો પર યોજાયેલ જુનિયર ક્લાર્કની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. જિલ્લા કલેકટરશ્રી ડી.કે. પારેખના માર્ગદર્શન અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. પ્રશાંત જીલોવાની રાહબરી હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પરીક્ષાર્થીઓને કોઈપણ અગવડતા ન પડે તે માટે શહેર જિલ્લામાં અસરકારક વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી.

ભાવનગર શહેર અને જિલ્લામાં જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ૫૫,૩૯૦ ઉમેદવારો નોંધાયા હતા.જે પૈકી ૧૭,૮૯૧ ઉમેદવારોએ આજે પરીક્ષા આપી હતી.જ્યારે ૩૭,૪૯૯ ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા. ઉમેદવારો કોઈપણ જાતની ગેરરીતિ વિના અને  નિર્ભયપણે પરીક્ષા આપી શકે તે માટે પરીક્ષા કેન્દ્રો પર  કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા પોલીસ તંત્ર દ્વારા સુચારુ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.એટલું જ નહિ ઉમેદવારોને હેલ્પ લાઈન દ્વારા યોગ્ય માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.

એસ. ટી દ્વારા પણ પરીક્ષાર્થીઓની સરળતા અને સમયસર પરીક્ષા કેન્દ્ર ખાતે પહોંચી શકે તે  માટે એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવ્યું હતું.એસ.ટી દ્વારા શનિવારે અને રવિવારે ભાવનગરથી અમદાવાદ ,રાજકોટ અને અમરેલી ખાતે વધારાની બસોનું સંચાલન કરવામાં આવ્યું હતું.

ભાવનગર શહેરના ૧૮૩ કેન્દ્રો ઉપર પરીક્ષા આપવા આવતા ઉમેદવારોનું પરીક્ષા કેન્દ્ર ખાતે પોલીસકર્મીઓ દ્વારા ચેકિંગ બાદ પ્રવેશ આપવામાં આવ્યો હતો.

પરીક્ષાના સુચારુ સંચાલન માટે જિલ્લાના ૧૮૩ પરીક્ષા કેન્દ્રો ખાતે ૧૮૪૭ વર્ગખંડોમાં પરીક્ષાની કામગીરી કરવા કેન્દ્ર સંચાલક, ઇન્વિઝીલેટર અને સુપરવાઇઝર ઉપરાંત બોર્ડ પ્રતિનિધિ સહિત ૫૮૩૭ અધિકારી/કર્મચારીઓની નિયુક્તિ કરવામાં  આવી હતી.

સમગ્ર પરીક્ષા પ્રક્રીયાનું સીસીટીવી દ્વારા નિરીક્ષણ, ફ્લાઇંગ સ્ક્વોર્ડ ઉપરાંત જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ દ્વારા મોનિટરિંગ કરવામાં આવ્યું હતું.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફક્ત બે દિવસમાં ૧૦ દર્દીઓની લીથોટ્રીપ્સીથી ઓપેરેશન વગર પથરીની સારવાર કરાઇ

અમદાવાદ, સંજીવ રાજપૂત: સિવિલ હોસ્પિટલમાં પેઇનલેસ પથરી ની સારવાર ઉપલબ્ધ થઈ છે…

તપાસ નો ધમધમાટ શરૂ: રૂ.3:38 લાખ ના સીસી રોડ ના કામ માં ભ્રસ્ટાચાર બાબતે થયેલ છે ગાંધીનગર લેખિતમાં રજુઆત

એબીએનએસ, રાધનપુર: રાધનપુરના રહેણાંક વિસ્તારો વિકાસ થી વંચીત રાખી બિલ્ડરો ને…

1 of 562

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *