કપિલ પટેલ દ્વારા અરવલ્લી
માલપુર તાલુકા ના પરસોડા ગામે માં ખોડિયાર માતાજીના મંદિરે પટેલ ઈશ્વરભાઈ ખાતુભાઈ હાલમાં રહેવાસી કરમસદ ના નેજા હેઠળ ગામ માં સામાજિક અને ધાર્મિક તેમજ વિકાસ ની ગાથાઓ થી વિકસિત કરવા માટે ના કાર્યક્રમો આયોજન બદ્ધ થાય તેમજ “મારૂ ગામ મારૂ ગૌરવ” સૂત્ર ને સાર્થક કરવા સૌ ગ્રામ જનો ની ઉપસ્થિતિ માં “જય માં ખોડલ સેવા સંસ્થા – પરસોડા ની સ્થાપના કરવા માં આવી.
આ સંસ્થા આદર્શ ગામ કઇ રીતે બને તે આશય સાથે જ કોઈપણ જ્ઞાતિ – જાતી ના ભેદભાવ વગર આગળ વધી રહી છે. સંસ્થા ધ્વારા ગામમાં રસ્તા પાણી વીજળી આરોગ્ય, શિક્ષણ તેમજ તમામ સુખ સુવિધાઓ સાથેની સગવડતાઓ પ્રાપ્ત થાય તેવા પ્રયત્નો કરવા જઇ રહી છે. સંસ્થાના ઉદગાટન માં દાતાઓ ધ્વારા સારૂ એવુ દાન મળેલ છે. જેનો ઉપયોગ ગામ ના વિકાસ માટે જ કરવામાં આવશે. “મારૂ ગામ મારૂ ગૌરવ” સુત્ર નીચે ગામનો સંપુર્ણ વિકાસ કરવા સંસ્થા દ્વારા દાતાઓ પાસેથી તેમજ રાજ્ય અને કેન્દ્ર સરકાર ની વિવિધ વિકાસ શીલ ગ્રાન્ટનો અને સરકારી યોજનાઓ નો લાભ છેવાડાના વ્યક્તિ સુધી પહોંચાડી તેના લાભ લાભાર્થીઓ ને પણ ઉપયોગ કરી ગામ ને વધુ માં વધુ સગવડતાઓ મળે તેવા આશય સાથે સંસ્થાની રચના કરવામાં આવી છે.
જેમાં નવીન સંસ્થા ના ટ્રસ્ટીશ્રીઓ તેમજ હોદ્દેદારો ની નિમણુંક કરવામાં આવી. સંસ્થા ની કારોબારી માં નવ યુવાનો ને સભ્યો અને હોદ્દેદારો બનાવી યુવાનો ને એક નવી દિશા સૂચવી છે. જેમાં સંસ્થા ના ચેરમેન તરીકે ઈશ્વરભાઈ કે. પટેલ, પ્રમુખ તરીકે નયન કુમાર રાજેન્દ્રભાઇ.પટેલ, ઉપ. પ્રમુખ તરીકે નરેન્દ્ર એમ.પટેલ, સેક્રેટરી તરીકે શૈલેષભાઈ એન. વાળંદ, ખજાનચી તરીકે અમિત આર.પટેલ ની નિમણુંક કરવામાં આવી. સંસ્થા ના બંધારણ તેમજ રચના ની રૂપરેખા સંસ્થા ના ચેરમેન ઈશ્વરભાઈ પટેલે સમજાવી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમ નું સફળ સંચાલન અમિત આર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.