રોટરી ક્લબ ઓફ ભરૂચ ફેમીના દ્રારા સરકારી પ્રાથમિક શાળાના ધોરણ ૬ થી ૮ ના વિદ્યાર્થીઓ માટે “પર્યાવરણ બચાવો”વિષય પર પોસ્ટર મેકિંગ સ્પર્ધાનું આયોજન માતરીયા તળાવ ખાતે કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં વિવિધ પ્રાથમિક શાળાના ૭૦ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
આ કાર્યક્રમનો હેતુ આ વિદ્યાર્થીઓને તેમની ચિત્રકલા દર્શાવવા માટેનું પ્લેટફોર્મ પૂરું પાડવાનો હતો. પોસ્ટર મેકિંગ સ્પર્ધામાં પોસ્ટર બનાવવા માટેનું તમામ મટીરીયલ ક્લબ તરફથી પૂરું પાડવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ધોરણ ૬ ના ૩ વિદ્યાર્થીઓ, ધોરણ ૭ ના ૩ વિદ્યાર્થીઓ તથા ધોરણ 8 ના ૪ વિદ્યાર્થીઓને પ્રથમ દ્વિતીય તૃતીય નંબર આપી તેમને ક્લબ તરફથી ઇનામ આપવામાં આવ્યું હતું.
પરમ વિજ્ઞાન કેન્દ્રના કો-ઓર્ડિનેટર કેશાબેન તથા કેશા સિંહે સ્પર્ધા માં નિર્ણાયક ની ભૂમિકા ભજવી હતી. આ કાર્યક્રમમાં પ્રાથમિક શાળા સમિતિના અધ્યક્ષ શ્રી અશોકભાઈ બારોટ સાહેબ ઉપપ્રમુખ ભારતીબેન રોટરી ભરૂચ ફેમીનાના પ્રેસિડેન્ટ મધુ સિંહ, સેક્રેટરી મોસમ પારેખ, પ્રોજેક્ટ ચેર સુરભીબેન તમાકુવાલા, પબ્લિક ઈમેજ ચેર કિર્તીબેન જોશી, વાઈસ પ્રેસિડેન્ટ સમીના ગુંદરવાલા, લીટરસી ચેર નફીસા લોખંડવાલા, ટ્રેઝર શહેનાઝ ખંભાતી તથા પ્રાથમિક શાળાના શિક્ષકોએ હાજર રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.
ભાવેશ મુલાણી, ભરૂચ.