Latest

પાટણમાં નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી, કોલેજ ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ

રાધનપુર. અનિલ રામાનુજ. એબીએનએસ : પાટણવાસીઓ વહેલી સવારે હૂંફાળા પવન સાથે યોગમયી બન્યા હતા. 21 મી જૂન એટલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સમગ્ર વિશ્વ કરી રહ્યુ છે. રાજયભરમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી જેનાં ભાગરૂપે પાટણમાં પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આજના કાર્યક્રમમાં વિશાખાપટ્ટનમથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો કાર્યક્રમ સૌએ લાઈવ નિહાળ્યો હતો.

પાટણની પી.કે.કોટાવાલા કૉલેજ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર, પાટણ સાંસદ ભરતસિંહ ડાભીની પ્રેરક ઉપસ્થિતિમાં વિશ્વ યોગ દિવસ ઉજવવામાં આવ્યો હતો. કાર્યક્રમને સંબોધિત કરતા પાટણ સાંસદ ભરતસિંહ ડાભીએ જણાવ્યું હતું કે, 11 મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આજે ભારત અને દુનિયા ઉજવી રહી છે.

ઋષિમુનિઓ યોગ દ્વારા વર્ષો સુધી જીવતા હતા. આયુષ્ય માટે યોગ જ વિકલ્પ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ યોગની આ સંસ્કૃતિને વિશ્વમાં ફરીથી બહુમાન અપાવ્યું છે. ગુજરાતીમાં કહેવત છે “પહેલું સુખ તે જાતે નર્યા”. આપણું સ્વાસ્થ સારું હોય તો આપણે જીવનની પ્રવૃત્તિઓ કરી શકીએ અને તે પ્રવૃતિઓ કરવા માટે યોગ ખૂબ જરૂરી છે. યોગ દ્વારા શરીરની તંદુરસ્તી જાળવવામાં મદદરૂપ બને છે.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોરે જણાવ્યું હતું કે, ૨૧ મી જૂન ફક્ત એક તારીખ નથી પરંતુ સ્વાસ્થ્ય શાંતિ અને એકતાનું પ્રતીક છે. યોગના આ પાવન પથ પર આગળ વધવા બદલ આપના પ્રયત્નોને બિરદાવું છું. મને કહેતા ગૌરવ થાય છે કે સમગ્ર વિશ્વને જેને યોગની ભેટ આપી છે તે બીજું કોઈ નહીં પણ આપણું ભારત દેશ છે.

વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા સંયુક્ત રાષ્ટ્રની સભામાં યોગ વિશે જણાવ્યું જેથી ૨૧ મી જૂન વિશ્વ યોગ દિવસ તરીકે બનાવીએ છીએ.
પ્રમુખએ વધુમાં જણાવતા કહ્યું હતું, કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગૌરવપૂર્ણ ઉપસ્થિતિમાં વડનગરની ઐતિહાસિક ભૂમિમાં એક નવા વિક્રમનું સર્જન યોગ દિન નિમિત્તે થઈ રહ્યો છે.

યોગ દ્વારા આપણા શરીર અને મનને સ્વસ્થ કરીએ છીએ. આપણે પરોક્ષ રીતે એક સ્વસ્થ સમાજ અને સ્વસ્થ પૃથ્વીના નિર્માણમાં પણ યોગદાન આપીએ છીએ. યોગ એ ફક્ત શારીરિક વ્યય નથી તે જીવન જીવવાની એક કળા છે. જેથી ભાષા અને સંસ્કૃતિના ભેદભાવ ભૂલીને વિશ્વના ખૂણે ખૂણેથી લોકોને યોગમય બની રહ્યા છે. ત્યારે આપણે સૌ યોગ અભ્યાસથી જનજજન સુધી પહોંચાડીએ.

આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર, નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર, જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટ, જિલ્લા વિકાસ અધિકારી સી.એલ.પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક વી. કે.નાયી તેમજ વિવિધ અધિકારીઓ અને બહોળી સંખ્યામાં પાટણનાં નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જૂનાગઢ જિલ્લામાં માર્ગ મકાન વિભાગ હેઠળના ૧૦ કિલોમીટરના રસ્તાઓના રીપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવી

જૂનાગઢ, સંજીવ રાજપૂત: જૂનાગઢ ધોરાજી રોડ, ધંધુસર રવની રોડ, વંથલી માણાવદર રોડ,…

જામનગરમાં પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી અને જીનિયસ ક્લબના સંયુક્ત ઉપક્રમે મહિલા સ્વરક્ષણ તાલીમનું આયોજન કરાયું

જામનગર, સંજીવ રાજપૂત: પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ જામનગરમાં…

1 of 608

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *