Latest

જામનગરમાં પીએમ મોદીની વેશભૂષા અને સળગતી ઈંઢોંણી સાથે યુવાઓના રાસ-ગરબા બન્યા આકર્ષણનું કેન્દ્ર

જામનગર, સંજીવ રાજપૂત: જામનગર ખાતે જયશ્રી ચામુંડા યુવક કુંવરિકા ગરબી મંડળની ગરબીમાં યુવક-યુવતીઓએ પ્રાચીન સંસ્કૃતિને જીવંત રાખતા માથે સળગતી ઈંઢોંણી મૂકી અદભુત રાસ-ગરબા રજૂ કર્યા હતા તો વિવિધ વેશભૂષા થકી પીએમ મોદીની વેશભૂષા સાથે માથે સળગતી ઈંઢોંણી દ્વારા રાસ-ગરબા રમતો યુવક અમિત લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો અને લોકોએ તેને વધાવ્યો પણ હતો.

રાજ્યભરમાં નવલી નવરાત્રીની ધૂમધામ પૂર્વક ઉજવણી ચાલી રહી છે ત્યારે લોકો પાંચમા નોરતે મન મુકીને ગરબે ઝૂમતા જોવા મળ્યા હતા. આ ગરબી મંડળના આયોજક દિલીપભાઈ માન્ડવીયાએ જણાવ્યું હતું કે જામનગરના પંચેશ્વર ટાવર ખાતે જય શ્રી ચામુંડા યુવક કુંવારિકા ગરબી મંડળ છેલ્લા 44 વર્ષથી ગરબા મહોત્સવનું આયોજન કરે છે

જેના ભાગરૂપે પાંચમા નોરતે વિવિધ વેશભૂષા સાથે માથે સળગતી ઈંઢોંણી સાથે રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વેશભૂષા લોકોમાં અનેરું આકર્ષણ બની હતી. આ ઉપરાંત ગરબી મંડળના યુવક યુવતીઓ દ્વારા માથે સળગતી ઈંઢોંણી મૂકી જોશ અને ઉત્સાહ સાથે રાસ-ગરબા રજૂ કરી સૌરાષ્ટ્રની સંસ્કૃતિનીની ઝલક રજૂ કરી હતી

તો અન્ય બાળાઓ દ્વારા વિવિધ ગરબા પર ઝૂમી નવરાત્રીનો ઉત્સવ ઉજવતા જોવા મળી હતી. પીએમની વેશભૂષામાં સજ્જ યુવક અમિત માન્ડવીયા દ્વારા માથે સળગતી ઈંઢોંણી મૂકી રાસ-ગરબા રમતા એક ઝલક જોવા માટે ભીડ ઉમટી પડી હતી. નવરાત્રી ધીરે ધીરે પૂર્ણતા તરફ વધી રહી છે ત્યારે ખેલૈયાઓ મન મૂકી ગરબા ઉત્સવને વિવિધ જોશ સાથેની રજૂઆતો સાથે પહેરવેશ સાથે ઉત્સવને ગરબા સાથે ઉજવી રહ્યા છે

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સાંસદશ્રી ભરત સુતરીયાની વિશેષ ઉપસ્થિતીમા લીલીયામોટા ખાતે ભૂગર્ભ ગટરનું ભૂમિ પૂંજન કરતા ધારાસભ્ય કસવાલા

લીલીયામોટાની વર્ષો જૂની સમસ્યાનો આવશે અંત: કસવાલા લાઠીના ધારસભ્ય શ્રી તળાવીયા,…

પંચમહાલ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા ૯ મી ડિસેમ્બરના રોજ ગોધરા ખાતે રોજગાર ભરતી મેળો યોજાશે

એબીએનએસ, ગોધરા (પંચમહાલ): પંચમહાલ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા જિલ્લાના…

1 of 566

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *