Latest

રાજસ્થાનમાં પોખરણ રેન્જ ખાતે ભારતની પ્રચંડ તાકાત પરચો આપતી ભારતીય વાયુસેના

રાજસ્થાન, સંજીવ રાજપૂત: રાજસ્થાનનું પોખરણ રેન્જ દુશ્મનોને હચમચાવી નાખે તેવા ધડાકાઓથી ગુંજી ઉઠ્યું હતું. ભારતીય વાયુસેનાએ જેસલમેરની પોખરણ રેન્જમાં આવેલ ચંદન એરફોર્સ ફિલ્ડ રેન્જ ખાતે વાયુ શક્તિ 2024 કાર્યક્રમ દ્વારા ભારત દેશની વાયુશક્તિનો પરિચય આપ્યો છે. રાજસ્થાનનું પોખરણ રેન્જ ભારતીય વાયુસેનાના ઉત્કૃષ્ટ એરક્રાફ્ટ, હેલિકોપ્ટર અને તેના આધુનિક શસ્ત્રોના પ્રદર્શનથી ધણહણી ઉઠ્યું હતું .

વાયુશક્તિ 2024 ના રિહર્સલ કાર્યક્રમ હેઠળ આયોજિત રિહર્સલમાં ભારતીય વાયુસેનાના પ્રદર્શનથી દૂશ્મન દેશના પેટના કાળજા બહાર આવી ગયા તેવા દ્રશ્યો સાક્ષાત જોવા મળ્યા હતા કારણ કે આ પ્રદર્શનથી ભારતીય વાયુસેનાએ પોતાના પાસે રહેલા તમામ ફાઇટર વિમાનો, શસ્ત્ર અને અન્ય આધુનિક સાધન પ્રણાલી દ્વારા પોતાની તાકાત દર્શાવી હતી.

ભારતીય વાયુસેના જેસલમેર નજીક પોખરણ રેન્જ ખાતે  17 ફેબ્રુઆરીએ પોતાની લડાયક શક્તિનું પ્રદર્શન કરશે.. તે પહેલાની રિહર્સલમાં ભારતીય વાયુસેનાએ પોતાના અત્યાધુનિક ફાઈટર જેટ તથા હેલિકોપ્ટર સહીત મિસાઈલની ક્ષમતાનું આશ્ચર્યચકિત પ્રદર્શન કર્યું હતું..

એરફોર્સના 14 ફુલ ડ્રેસ રિહર્સલમાં ભારતમાં જ બનેલા તેજસ, પ્રચંડ, રાફેલ, મિરાજ- 2000, સુખોઈ-30 MKI, જગુઆર, હોક, C-130J, ચિનૂક, અપાચે અને Mi-17 એરક્રાફ્ટ. સ્વદેશી તાકાત, આકાશ અને સમર સરફેસ ટુ એર શસ્ત્ર પ્રણાલીને દર્શાવી ભારતે પોતાની હવાઈ તાકાત પ્રદર્શિત કરી હતી..

આ પ્રદર્શનમાં સ્વદેશી તેજસ, પ્રચંડ અને ધ્રુવ સહિત 121 વિમાનોએ ઉપરાંત અન્ય એરક્રાફ્ટ જેમ કે રાફેલ, મિરાજ-2000, સુખોઈ-30 MKI, જગુઆર, હોક, C-130J, ચીનુક, અપાચી અને MI-17 લડાયક વિમાનોએ ભાગ લીધો હતો. આ દરમિયાન, સ્વદેશી SAGW KLPT સિસ્ટમ દ્વારા આકાશ અને સમર પણ ઘૂસણખોરી કરનારા એરક્રાફ્ટને આવતા ઓળખી અને તેમને મારી પાડવાની તેમની ક્ષમતાનું પ્રદર્શન રજૂ કર્યું હતું..

પોખરણ માં યોજાયેલા આ ફૂલ ડ્રેસ રીહર્સલમાં સૌપ્રથમ ભારતીય વાયુસેનાના અત્યાધુનિક ફાઈટર જેટ રાફેલે પોતાની શક્તિ દર્શાવી હતી .  ત્યારબાદ એક પછી એક ફાઈટર વિમાનો દ્વારા નક્કી કરાયેલા દુશ્મનોના લક્ષ્ય ને પોતાના આધુનિક હથિયારોથી વિનાશ કર્યો હતો.  ભારતમાં બનેલા પ્રચંડ અટેક હેલિકોપ્ટર રાત્રી દરમિયાન પણ કોઈ પણ ઓપરેશન પાર પાડી શકે છે. તેની સાથે જગૂઆર, સુખોઈ વિમાનો દ્વારા પણ રાત્રી ઓપરેશન હાથ ધરાયું હતું . આ સિવાય ગરુડ કમાંડો દ્વારા મકાનમાં બંધ આતંકવાદીઓનો સફાયો તેમજ બંધકોને સુરક્ષિત બહાર લાવવા અને પેરા ટ્રૂપર્સ દ્વારા જંપ, હોવિત્ઝર તોપ દ્વારા ફાયરની ડ્રીલ પણ યોજાઈ હતી.

ચીનુક હેલિકોપ્ટર દ્વારા હોવિત્ઝર તોપ યુદ્ધની સ્થિતિમાં કઈ રીતે લઈ જઈ શકાય છે તેનુ પ્રદર્શન કરાયું હતું. એરફોર્સની મારક ક્ષમતા સાથે તેની ટેક્ટિકલ ક્ષમતાઓનું પ્રદર્શનથી દુશ્મન દેશો ભારત દેશની સામે ક્યારે આંખ ઊંચી કરવાની હિંમત કરશે નહિ.. કારણકે આ છે આપણા દેશની ભારતીય વાયુસેનાની અસલી તાકાત.. અને આકાશની રક્ષા માટે ભારતીય વાયુસેના હંમેશા બાજ નજરે સજ્જ છે.

ડિફેન્સ પીઆરઓ વિંગ કમાન્ડર મનીષ દ્રારા આ આખા કાર્યક્રમ વિશે ઝીણામાં ઝીણી બાબતો સાથે આ આખા કાર્યકેમની માહિતી આપવામાં આવી હતી. આકાશમાં દુશ્મનના નાનામાં નાના મનસૂબાને જમીનદોસ્ત કરવા માટે તેઓ 24 કલાક ખડેપગે જોવા મળે છે એટલે જ તો દુશ્મન આકાશ મારફતે ભારતની સીમામાં આવતા તેને ઉપર થી જ સીધો ઉપર મોકલી આપવા માટે ભારતીય વાયુસેના સદૈવ યમ બની ઉભી રહેતી જોવા મળે છે. ભારત દેશના એક એક નાગરિકને તેની ભારતીય વાયુસેના પર ગર્વ છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

નશાબંધી સપ્તાહની ઉજવણીના પ્રથમ દિવસે શહેરમાં બાઈક રેલીનું આયોજન કરી યુવાનોને વ્યસનથી દુર રહેવા અપીલ કરાઈ

જામનગર, સંજીવ રાજપૂત: પૂજ્ય મહાત્મા ગાંધીજીના જન્મદિન નિમિત્તે તા.૨/૧૦/૨૦૨૪ થી…

1 of 555

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *