Latest

રાધનપુર પોલીસ પરીવાર દ્વારા શ્રી અંબાજી માતાજી પુનઃપ્રાણ પ્રતીષ્ઠા મહોત્સવ યોજાયો.

એબીએનએસ રાધનપુર: પાટણ જિલ્લાના રાધનપુર ખાતે રાધનપુર પોલીસ કર્મચારીઓ દ્વારા પોલીસ લાઈન ખાતે શ્રી અંબાજી માતાજી પુનઃપ્રાણ પ્રતીષ્ઠા મહોત્સવ યોજાયો જેમાં પાવનકારી પ્રથમ દિવસે પોલીસ લાઇન ખાતે માં અંબાજીના સાનિધ્યમાં પાવન અવસરે યજ્ઞ,ગણપતિ પૂજન,મંડપ પ્રવેશ,

જલયાત્રા અને સાંચ આરતી નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.ત્યારબાદ મંગળકારી દ્વિતીય દિવસે પોલીસ લાઇન ખાતે પોલીસ કર્મચારીઓ દ્વારા માં અંબાજીના સાનિધ્યમાં સ્થાપિત દેવોનું પ્રાતઃ પૂજન , શોભાયાત્રા અને બપોરે 12.39 કલાકે પ્રતીષ્ઠા , ધ્વજારોહણ, શ્રીફળ હોમ બાદ પૂર્ણાહુતિ કરાઇ રાત્રે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું.

રાધનપુર પોલીસ કર્મચારીઓ દ્વારા આયોજિત યજ્ઞમાં પાંચ યજમાનોમાં મુખ્ય યજમાન તરીકે રાધનપુરના (Dysp) ડીવાયએસપી ડી.ડી ચૌધરી મુખ્ય યજમાન પદે રહ્યા હતા. તેમજ અન્ય યજમાનો માં પોલીસ કર્મચારીઓમાં સુરેશભાઈ પ્રજાપતિ, લખનભાઈ, લક્ષ્મણભાઈ દેસાઈ, ભરતભાઈ ચૌધરી યજ્ઞનાં યજમાન પદે રહી દંપતીઓએ અંબાજી માતાજીનો યજ્ઞ કર્યો હતો.યજ્ઞના યજમાન પોલીસ કર્મચારીઓ દ્વારા અરણી ફેરવીને જ્યોત પ્રાગટ્ય કરી યજ્ઞ કરવામાં આવ્યો હતો.

રાધનપુર પોલીસ પરીવાર દ્વારા આયોજિત શ્રી અંબાજી માતાજી પુનઃપ્રાણ પ્રતીષ્ઠા મહોત્સવના પાવન પ્રસંગે પોલીસ પરીવાર દ્વારા ભોજન પ્રસાદ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. અને યજ્ઞના આચાર્ય શાસ્ત્રી હરેશભાઈ પંડ્યા અને અન્ય બ્રાહ્મણો શાસ્ત્રીજી દ્વારા મંત્રોચ્ચાર સાથે યજ્ઞમાં યજમાનો દ્વારા આહુતિ અપાવવામાં આવી હતી અને માં અંબાજીના કથાનું રસપાન કરાવ્યું હતું.

પોલીસ લાઇન ખાતે આયોજિત અંબાજી માતાજી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે મોટી સંખ્યામાં પોલીસ પરીવાર,પોલીસ કર્મચારીઓ સહિત શહેરના આગેવાનો અને લોકો હાજર રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 627

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *