ભાવનગર જિલ્લામાં સરકારશ્રીની યોજનાકીય સિદ્ધિઓ અને વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવેલાં વિકાસકાર્યોને ઉજાગર કરતી વિકાસ વાટિકા ૨૦૨૩-૨૪ નું લોકાર્પણ આજે ગાંધીનગર ખાતે રાજ્યનાં મહિલા અને બાળ કલ્યાણ તેમજ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગનાં મંત્રીશ્રી તેમજ ભાવનગર જિલ્લાનાં પ્રભારી મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા દ્વારા વિમોચન કરવામાં આવ્યું હતું.
ભાવનગરનાં કલેક્ટરશ્રી આર.કે.મહેતા એ પ્રભારી મંત્રીશ્રીને પુસ્તિકામાં સમાવિષ્ટ વિગતો અને આલેખન અંગે માહિતી આપી હતી.
મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા એ માહિતીસભર અને આકર્ષક વિકાસ વાટિકા તૈયાર કરવા બદલ જિલ્લા વહિવટી તંત્રને અભિનંદન પાઠવ્યા હતાં.
આ તકે મંત્રીશ્રીનાં અંગત સચિવ શ્રી દીક્ષિત જોશી,અધિક અંગત સચિવ શ્રી એ.પી.મકવાણા,નાયબ માહિતી નિયામક શ્રી ચિંતન રાવલ,માહિતી મદદનીશ શ્રી કૌશિક શીશાંગીયા ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે વિકાસ વાટિકા ૨૦૨૩-૨૪ જિલ્લા કલેક્ટરશ્રી આર.કે.મહેતા અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી જી.એચ.સોલંકીનાં માર્ગદર્શન હેઠળ જિલ્લા માહિતી કચેરી અને જિલ્લા આયોજન કચેરીના સંયુક્ત પ્રયાસોથી તૈયાર કરવામાં આવી છે.
નિવાસી અધિક કલેકટરશ્રી એન.ડી.ગોવાણી,જિલ્લા આયોજન અધિકારીશ્રી કે.વી.પટેલ તથા નાયબ માહિતી નિયામકશ્રી ચિંતન રાવલ એ વિકાસ વાટિકા પુસ્તિકાના સંપાદન કાર્યમાં માર્ગદર્શન પૂરું પાડ્યુ છે.