તારીખ 7/ 12 /2025 ને રવિવારના રોજ સમગ્ર વિશ્વમાં પ્રમુખસ્વામી મહારાજની 104 મી જન્મ જયંતિ તથા પ્રમુખ વરણી અમૃત મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલ તથા અમદાવાદમાં રિવરફ્રન્ટ ઉપર તેની અતિશય નવીનતાપૂર્વક ની ઉજવણી કરવામાં આવેલી
જેમાં પ્રગટ ગુરુહરી શ્રી મહંત સ્વામી મહારાજ તથા ભારતના ગૃહ મંત્રી અમિતભાઈ શાહ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નાયબ મુખ્યમંત્રી તથા ગ્રહ મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી તથા જગદીશભાઈ વિશ્વકર્મા જેવા મહાનુભાવો ની હાજરીમાં સાબરમતી રિવરફ્રન્ટ ઉપર હજારો હરિભક્તોની હાજરીમાં આ ઉત્સવ ની ઉજવણી કરવામાં આવેલી
સાથે સાથે મહુવામાં પણ આ સમગ્ર કાર્યક્રમ સભા મંડપમાં વિશાળ પડદા ઉપર લાઈવ પ્રદર્શિત કરવામાં આવેલો, અને નવકાર ચેરીટેબલ ટ્રસ્ટ તથા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ના સહકારથી યોજવામાં આવેલ ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પમાં લગભગ ૯૦ કરતાં વધારે બ્લડ દાતાઓ દ્વારા રક્તદાન કરવામાં આવેલ..
આ સમગ્ર કેમ્પને સફળ બનાવવા માટે મંદિરના કોઠારી સ્વામી, સંતો તથા કાર્યકરો અને નવકાર ચેરીટેબલ ટ્રસ્ટના સહકરમીઓ અને HDFC BANK ના સહકાર દ્વારા સફળતાપૂર્વક સંપૂર્ણ આયોજન પાર પાડવામાં આવેલ હતું અને સાથે ડાયાબિટીસ શુગર ચકાસણી કેમ્પ પણ આયોજિત કરવામાં આવેલ જેમાં અર્બન હેલ્થ સેન્ટર 2 હેલ્થ સ્ટાફ લેબટેકનિશન શૈલેષભાઈ, હેલ્થ વર્કર દવે હાર્દિક ભાઈ , અને હિતેશ ભાઈ દ્વારા સેવા આપવામાં આવેલી બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના સ્વયંસેવકો દ્વારા સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક આયોજન કરવા બદલ સર્વનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
















