Latest

ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડ અંતર્ગત સરદાર કૃષિ યુનિવર્સિટી દાંતીવાડા ખાતે ખેડૂતોનો પ્રેરણા પ્રવાસ યોજાયો

બનાસકાંઠા, સંજીવ રાજપૂત: પ્રાકૃતિક કૃષિ એ આજના સમયની તાતી જરૂરિયાત છે. પ્રાકૃતિક કૃષિને વેગ આપવા માટે રાજ્યસરકારશ્રી દ્વારા અનેક પ્રયાસો હાથ ધરાયા છે

જેના પરિણામે આજે રાજ્યના અનેક ખેડૂતો આ કૃષિ તરફ વળ્યા છે. તદ્દન નજીવા ખર્ચે થતી આ પ્રાકૃતિક કૃષિના અનેક ફાયદાઓ છે. ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા માટે પ્રાકૃતિક કૃષિ એ વિકલ્પ તરીકે ઉભરી આવેલ છે.

ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડ અંતર્ગત રાજ્યમાં પ્રેરણા પ્રવાસ અંતર્ગત સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના ૧૦૭ ખેડૂતોએ સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના સજીવ અને પ્રાકૃતિક ખેતી સંશોધન કેન્દ્રની મુલાકાત લીધી હતી.

આ પ્રેરણા પ્રવાસ દરમ્યાન કેન્દ્ર ખાતે ફરજ બજાવતા મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક એમ.એમ.ચૌધરી દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી વિશે માહિતી અને માર્ગદર્શન આપ્યું હતું. તે ઉપરાંત ખેડૂતોને કેન્દ્રની મુલાકાત અને કેન્દ્ર ખાતે ચાલતા પ્રાકૃતિક કૃષિને લગતા વિવિધ આયામોની વિગતવાર માહીતિ આપી હતી.

આ સાથે ખેડૂતોને હળદરના પાકમાં પ્રાકૃતિક ખેતી વધુ નફાકારક છે અને હળદરનું મૂલ્યવર્ધન કરવામાં આવે તો ખેડૂતોને વધારે ફાયદો થઈ શકે તે બાબતે ખેડૂતોને માહિતગાર કરાયા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 627

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *