Latest

પ્રોગેસિવ ફાઉન્ડેશન ઑફ હ્યુમન રાઇટ્સ દ્વારા ગાંધી જયંતિ નિમિત્તે સામાજિક ન્યાય પર પરિષદનું આયોજન કરાયું

ગાંધીનગર: ગાંધી જયંતિ નિમિત્તે, પ્રોગ્રેસિવ ફાઉન્ડેશન ઑફ હ્યુમન રાઇટ્સ (પીએફએચઆર) દ્વારા ગાંધીનગર સ્થિત ઇન્ફોસિટી ક્લબ રિસોર્ટ ખાતે સામાજિક ન્યાય પર “ગાંધી; સ્વચ્છ ભારતથી આત્મનિર્ભર ભારત અને સામાજિક ન્યાય”રાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતુ.

મહાત્મા ગાંધીને સમર્પિત આ પ્રસંગમાં તમામ રાજ્યો અને યુટીએસમાંથી પીએફએચઆરના સભ્ય પ્રતિનિધિઓએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી અને સામાજિક ન્યાય પર તેમના વિચારોનું યોગદાન આપ્યુ હતુ.

2006માં ગાંધીનગર, ગુજરાતમાં સ્થપાયેલ અને બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એક્ટ 1950 અને નીતિઆયોગ, ટેક્સટાઇલ મંત્રાલય ભારત સરકાર હેઠળ નોંધાયેલ પીએચએફઆર વંચિતોના ઉદ્દેશ્ય માટે જોરશોરથી અને અવિરતપણે લડત આપી રહ્યું છે, જે અંતર્ગત માનવ અધિકારો વિશે જાગૃતિ લાવવા અને માનવાધિકારના સિદ્ધાંતોનું રક્ષણ અને સમર્થન કરવા અને માનવજાતિના માનવ અધિકારોના તમામ પ્રકારના ઉલ્લંઘન સામે લડતા સામાજિક ન્યાયની ડિલિવરી અને બાંયધરી આપેલ છે.

પીએફએચઆર ભારતના બંધારણ અને યુનાઇટેડ નેશન્સના માનવ અધિકારના ચાર્ટર હેઠળ જનતામાં સરકારી નીતિઓ અને સામાન્ય માનવી પર તેની અસર વિશે ફિલ્મ અભિનેતા અને પીએફએચઆર સંસ્થાના પ્રમુખ રાકેશ પાંડેના માર્ગદર્શન હેઠળ વંચિતોમાં જાગૃતિ લાવવામાં આવી હતી. આ પ્રસંગે પીએચએફઆર તેના આદરણીય પ્રાયો જકો, સમર્થકો અને શુભેચ્છકોનો આભાર માને છે અને તેમના અમૂલ્ય સમર્થનને સ્વીકારે છે.

આ કોન્ફરન્સમાં વિશેષ અતિથિઓ, જાહેર પ્રતિનિધિઓ, અમલદારો, કાયદા અને સામાજિક ન્યાયના નિષ્ણાતો, બૌદ્ધિકો, તમામ 28 રાજ્યો અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશના સામાજિક, રાજકીય અને માનવ અધિકાર ક્ષેત્રોનું પ્રતિનિધિત્વ કરતા શિક્ષણવિદો, પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. પીએચએફઆરે ગોવા, દિલ્હી, દેહરાદૂન, શિમલા, ચંદીગઢ મુંબઈ, બેંગલુરૂ, હૈદરાબાદ, રાંચી, રાયપુર, ગાંધીનગર ગુજરાત, લખનૌ, વિકાસ નગર, અમદાવાદ ખાતે માનવ અધિકાર અને સામાજિક ન્યાય પર અસંખ્ય સેમિનાર, રાષ્ટ્રીય સંમેલનોનું આયોજન કર્યું છે

વિશ્વ પર્યાવરણ દિવસ, મહિલા દિવસની ઉજવણી કરી છે.માનવતાવાદી દિવસ, માનવ અધિકાર દિવસ, યોગ દિવસ, આતંકવાદ વિરોધી દિવસ, આરોગ્ય દિવસ અને રક્તદાન શિબિરો, સેવ ગર્લ ચાઈલ્ડ ડ્રાઈવ, સ્ત્રી અને પુખ્ત સાક્ષરતા ડ્રાઈવ, વગેરેનું આયોજન કરવા પણ સંસ્થા દ્વારા કરવામાં આવે છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ગુજરાત અને જાપાનના શિઝુઓકા પ્રીફેક્ચર વચ્ચે મૈત્રીનો નવો સેતુ રચાયો

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, ગુજરાત અને…

કુંભમેળાને હરીત કુંભ બનાવવા એક થાળી એક થેલા અભિયાનમાં પાલીતાણાથી 1100 થાળી અને 1100 થેલા મોકલવામાં આવશે

આગામી 13 જાન્યુઆરીથી પ્રયાગરાજ ખાતે કુંભ મેળો શરૂ થનારા છે ત્યારે પાલીતાણાથી એક…

સાવરકુંડલા ગાધકડા તેમજ ગણેશગઢ ગામના ખેડૂતોના પ્રશ્નોનું સુખદ સમાધાન કરાવતા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કાછડીયા

અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે સુમેળ ભર્યું સમાધાન કરાવી વિકાસને વેગ અપાવતા શ્રી જીતુ…

1 of 568

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *