કચ્છ: બિપરજોય વાવાઝોડાની અસરને પગલે કન્ટ્રોલ રૂમ, કચ્છ-ભુજ ખાતે રાજ્ય આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ સાથે રાજ્ય શિક્ષામંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ આપત્તિ વ્યવસ્થાપન અને હાલની પરિસ્થિતિનું સર્વગ્રાહી વિશ્લેષણ કર્યું હતું.
સ્થાનિક તંત્ર દ્વારા સમયાંતરે આપવામાં આવતા સૂચનો અને માર્ગદર્શિકાને ધ્યાને રાખી તકેદારી રાખવા સર્વે નાગરિકોને રાજ્ય શિક્ષણમંત્રી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો.
તેમણે જણાવ્યું હતું કે ચિંતા કરવાની જરૂર નથી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર પ્રવર્તમાન સ્થિતિને સામાન્ય બનાવવા માટે તમામ પ્રયાસો કરી રહી છે અને બને તેટલું જલ્દી રાબેતા મુજબ જનજીવન ફરી ધબકતું થાય તે માટે સતત પ્રયત્નશીલ રહેશે અને તે માટે કટીબદ્ધ છે.