પાટણ,એ.આર,એબીએનએસ : પાટણ જીલ્લાના રાધનપુરનાં રોટરી ભવન ખાતે પાટણ જિલ્લા પોલિસ વેલ્ફેર દ્વારા આયોજિત પોલિસ કર્મચારીઓ માટે વિના મુલ્યે મેડિકલ ચેક અપ કાર્યક્રમ યોજાયો હતો.પાટણ જિલ્લા પોલીસ વેલ્ફેર દ્વારા આયોજિત નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પમાં પોલિસ કર્મીઓનું વિના મુલ્યે સર્વ રોગ નિદાન કેમ્પમાં ચેકઅપ કરાયું હતું
જેમાં સમી, શંખેશ્વર, રાધનપુર, વારાહી, સાંતલપુરના તમામ પોલીસ કર્મીઓનું નિઃશુલ્ક નિદાન કરવામાં આવ્યું હતું
નિઃ શુલ્ક નિદાન કેમ્પ કાર્યક્રમનું આયોજન પાટણ જિલ્લા SP વિ. કે નાઈ ના માર્ગદર્શન હેઠળ અને રાધનપુર DYSP ડી.ડી ચૌધરીના સંકલન થી કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ અંતર્ગત પાટણના બાબુભાઈ પ્રજાપતિ દ્વારા કેમ્પમાં સેવા આપી કાર્યક્રમ ને સફળ બનાવવા રાધનપુરનાં ધારાસભ્ય લવિંગજી ઠાકોર,આઈ. એમ. એ. રાધનપુર ના પ્રેસિડેન્ટ ડૉ. નવીનભાઈ ઠક્કર, ઉપ પ્રમુખ ડૉ દિનેશભાઇ ઠક્કર, રાધનપુર ના ડોક્ટર સ્ટાફ, ડૉ પ્રવીણભાઈ ઓઝા, ડૉ વિષ્ણુદાન ઝૂલા, ડૉ. ભાવેશ ગોસ્વામી, ડૉ ખેતસી પટેલ, ડૉ. કિંજલબેન નાડીયા,ડૉ. પુનિત બેન, ડૉ. હિતેશ ચૌધરી, રાધનપુર ડોક્ટર બહેનો ની ટિમ પણ કેમ્પ માં જોડાઈ હતી. અને પાટણ જીલ્લાના સમી, શંખેશ્વર, રાધનપુર, વારાહી, સાંતલપુર,ના તમામ પોલિસ સ્ટાફ નું વિના મુલ્યે નિંદાન કરવામાં આવ્યું હતું .
જનરલ ફિઝિસીયન, જનરલ સર્જન, ગાયનેકોલોજિસ્ટ, ડેન્ટલ, ચામડી, ઓર્થો, ના ડોક્ટરો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે 100 થી વધુ પોલિસ કર્મીઓનું વિના મુલ્યે નિઃશુલ્ક સર્વ રોગ નિદાન કરવામાં આવ્યું હતું અને કેમ્પ સફળ રહ્યો હતી. કેમ્પ સફળ બનાવવા રોટરી ક્લબ ઓફ રાધનપુર ના પ્રેસિડેન્ટ ડૉ. સી. એમ. ઠક્કર, સેક્રેટરી ડૉ. પરેશભાઈ દરજી દ્વારા સહકાર આપવામાં આવ્યો હતો તેમજ રોટરી ભવન નિઃશુલ્ક આપી પોતાની ઉત્કૃષ્ટ ફરજ બજાવી રોટેરીયન મિત્રોએ કેમ્પ માં હાજરી આપી હતી.