પાટણ: એઆર. એબીએનએસ : પાટણ જીલ્લાના રાધનપુર ખાતે રાધનપુરની રેફરલ હોસ્પિટલ ખાતે એ.એન.એમ સ્કૂલના ઇન્ચાર્જ પ્રિન્સિપાલનો વિદાય અને શુભેચ્છા સમારોહ RMO ડોક્ટરના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. રાધનપુરની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ રાધનપુર ખાતે એ એન એમ સ્કૂલના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ માલતીબેન શાહનો નિવૃત્તિ વિદાય અને શુભેચ્છા સમારોહ RMO ડોક્ટર કે.કે પંચાલના અધ્યક્ષ સ્થાને યોજવામા આવ્યો હતો.
રાધનપુરના એ.એન.એમ સ્કૂલના ઇન્ચાર્જ પ્રિન્સિપાલનો વિદાય શુભેચ્છા સમારોહ યોજાયો હતો જેમાં હોસ્પિટલ નો તમામ સ્ટાફ ગણ, એ્.એન.એમ સ્કૂલના પી.એચ.એન. ફિલોમીનાબેન, પ્રથમ અને દ્વિતીય વર્ષના વિદ્યાર્થીનીઓ અને માલતીબેન શાહના પરિવારજનો હાજર રહ્યા હતા.
ત્યારે માલતીબેન ને પણ રાધનપુરની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ રાધનપુર તરફથી લક્ષ્મીજીની મૂર્તિ, સાકર ,શ્રીફળ તથા સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું તેમજ અન્ય આવેલ મહાનુભાવો દ્વારા ભેટ અર્પણ કરવામાં આવી હતી.
એ.એન.એમ સ્કૂલની વિદ્યાર્થીનીઓ દ્વારા પ્રાર્થના ,ડાન્સ વિદાય ગીત રજૂ કરવામાં આવ્યુ હતું.સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડીજે દરજી રાધનપુર દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ કાર્યક્રમ બાદ તમામે સાથે ભોજન લીધું હતું.