અગાઉ જંબુસર ખાતે ફરજ બજાવતા હતા અંબાજીના રહેવાસી રઘુવીરસિંહ ચૌહાણની તાજેતરમાં ભરૂચ વિભાગના જંબુસર ડેપોથી ખેડબ્રહ્મા એસટી ડેપોમા મેનેજર તરીકે બદલી થઈ છે.અંબાજી સહિત ગુજરાતના અનેક એસટી ડેપોમાં ડેપો મેનેજર તરીકે ફરજ બજાવી હતી થોડા મહિનાઓ અગાઉ તેમની અંબાજીથી જંબુસર ખાતે એસટી ડેપો મેનેજર તરીકે બદલી થઈ હતી.
અંબાજીના રહેવાસી અને અંબાજીના પૂર્વ એસટી ડેપો મેનેજર, “રઘુવીરસિંહ પુરણસિંહ ચૌહાણ” કે જેઓ હાલમા ભરૂચ વિભાગના જંબુસર ડેપો ખાતે ફરજ બજાવતા હતા,તેમની બદલી વતન થી નજીક ખેડબ્રહ્મા એસ.ટી ડેપોમા થયેલ છે.તેમના પિતા પણ ભૂતકાળમાં એસટી ડેપો મેનેજર તરીકે અલગ અલગ ડેપોમા ફરજ બજાવી ચૂક્યા છે.
રિપોર્ટર પ્રહલાદ પૂજારી,અંબાજી