નવી દિલ્લીના ઇન્ડિયા ઇન્ટરનેશનલ સેન્ટર, કે.કે.બિરલા લેન, લોધી રોડ ખાતે તા.૧૧જાન્યુઆરી ૨૦૨૪ ના રોજ રાજનીતિ કી પાઠશાલા, આશા પ્રતિષ્ઠા ચેરીટેબલ ટ્રસ્ટ અને માનસિંગ ફાઉન્ડેશન ના ઉપક્રમે સ્વામી વિવેકાનંદજીની ૧૬૧મી જન્મજયંતી “નેશનલ યુથ ડે” એટલે કે “રાષ્ટ્રીય યુવા દિવસ” ઉજવણી અંતર્ગત સ્વામી વિવેકાનંદ ઔર આજ ક ભારત યુવા રત્ન સન્માન-૨૦૨૪ એવોર્ડ યોજાયો હતો આ તકે સમગ્ર ભારત દેશના વિવિધ ક્ષેત્રોના સફળતા મેળવેલ યુવા રત્નોને એવોર્ડ આપવામાં આવેલ હતો. અને સ્વામી વિવેકાનંદ અને આજના ભારત વિષય ઉપર ગહન ચર્ચા-વિચારણા કરવામાં આવેલ હતી.
દેશના વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ વિદ્વાનો ઉપસ્થિત શ્રી આદર્શ શાસ્ત્રી – પ્રવક્તા AICC- ભૂતપૂર્વ, ધારાસભ્ય અને ભૂતપૂર્વ, સીઈઓ Apple, ડૉ.અજય પાંડે-સ્થાપક- રજનીતિ કી પાઠશાળા, ડૉ.મહેશ રાજપૂત-રાષ્ટ્રીય પ્રમુખ – રાજનીતિ કી પાઠશાળા, શ્રી અનિલ ભારદ્વાજ જી-ભૂતપૂર્વ ધારાસભ્ય – દિલ્હી, ડૉ. વિવેક દીક્ષિત-વૈજ્ઞાનિક-ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ, શ્રી સુખબીર શર્મા-પૂર્વ અધ્યક્ષ-લેબર બોર્ડ દિલ્હી સરકાર, શ્રી ધીરજ શર્મા-રાષ્ટ્રીય પ્રમુખ-રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી-યુવા પાંખ, ડો.નિઝામુદ્દીન ખાન-રાષ્ટ્રીય સંયોજક-રાજનીતિ કી પાઠશાળા સહિતના મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતી રહી હતી.