જામનગર, સંજીવ રાજપૂત: ધ્રોલ તાલુકાના જાબીડા ગામના વતની મહીપતસિહ પંચાણજી જાડેજા ના પુત્રવધુ અને દિગ્વિજયસિંહ જાડેજા ના ધર્મપત્ની પ્રિયંકાબા જાડેજા એ CCE Group B પાસ કરી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમમા પસંદગી થયેલ છે. પ્રિયંકાબા પરિવાર ની જવાબદારી સંભાળતા સાથે જ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હતા.
નાના એવા જાબીડા ગામમાં શિક્ષણનો પાયો પહેલેથી જ મજબૂત રહ્યો છે. પિયુન થી ક્લાસ વન સુધીના અધિકારીઓ જાબીડા ગામના છે. પ્રિયંકાબા ના સસરા મહિપતસિંહ જાડેજા ધ્રોલ નગરપાલિકા કચેરી ખાતે ફરજ બજાવે છે તેમજ તેમના પતિ દિગ્વિજયસિંહ જાડેજા વન અને પર્યાવરણ વિભાગમાં જુનાગઢ ખાતે ફરજ બજાવે છે. પ્રિયંકાબા ના પિતા રસિકસિહ રાણા (સુસવાવ) તેવો એસ.ટી. નિગમમાં ફરજ બજાવતા હતા. પ્રિયંકાબા ની આ સિધ્ધી થી રાણા પરીવાર અને જાડેજા પરિવારનુ ગૌરવ વધાર્યુ છે.