Latest

શ્રી ક્ષત્રિય કારડીયા રાજપુત યુવા સંગઠન બરવાળા તાલુકા દ્વારા આયોજિત

સરસ્વતી સન્માન સમારોહ તેમજ શ્રેષ્ઠતા સલમાન સમારોહનું સુંદર અને સફળ આયોજન તારીખ 25.6.2023 ને રવિવારના રોજ કમલમ હોલ બરવાળા ખાતે સંપન્ન થયું. કાર્યક્રમની અંદર આમંત્રિત મહેમાનશ્રીઓ, સ્થાનિક આગેવાનો તેમજ સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા, ધોરણ 1 થી 12 ના તેજસ્વી તારલાઓને મેડલ,ટ્રોફી તેમજ પ્રોત્સાહિત ઇનામ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

ગુજરાત રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક તરીકેનું સન્માન પ્રાપ્ત કરનાર દિગ્વિજયસિંહ ડાભી સાહેબને કમલેશભાઈ રાઠોડ અને નરેન્દ્રસિંહ અસવાર સાહેબના વરદ હસ્તે શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા.

મહેમનસિંહ નું શાબ્દિક સ્વાગત પ્રતાપસિંહ ડાભી દ્વારા કરવામાં આવ્યું હતું. મહેમાનો દ્વારા પ્રસંગોચિત ઉદબોદન કરીને ખૂબ સુંદર મજાનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ચૌહાણ ભૂમિબા ગંભીરસિંહ દ્વારા સુંદર મજાના વિદ્યાર્થી તરીકેના પ્રતિભાવો રજૂ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમની આભાર વિધિ કરણસિંહ દિલીપસિંહ રાઠોડ દ્વારા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સુંદર મજાનું સંચાલન નરેન્દ્રસિંહ ડી. રાઠોડ તથા સહદેવસિંહ ડી. વાળા દ્વારા કરાયું હતું.

તસવીર ધર્મેન્દ્રસિંહ સોલંકી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

1 of 627

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *