શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી ખાતે દાંતા રોડ પર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ સામે આવેલી ભવાની સ્કુલ ઓફ નર્સિંગ ખાતે 9 ઓગષ્ટ ના દીવસે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વ. પુષ્પાબા બારડની પુણ્યતિથિ પર તેમના પરિવારના એલ.કે.બારડ અને વનરાજસિંહ બારડ દ્વારા રક્તદાન મહાદાન કેમ્પ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં લોકો રક્તદાન કરવા પહોચ્યાં હતા.
આજના રક્તદાન શિબિર મા 1811 જેટલી બોટલ રક્ત એકઠું કરાયુ હતું. ભુમી બ્લડ બેંક અને રોટરી ક્લબ પાલનપુર ના સહયોગથી આ રક્તદાન શિબિર મા મોટી સંખ્યામાં લૉકો બ્લડ ડોનેટ કરવા આવ્યાં હતા. દરેક ડોનરને ચાંદીનો સિક્કો સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું અને ભોજન સમારંભ યોજાયો હતો આજના કાર્યક્રમ મા મોટી સંખ્યામાં લોકો ઉત્સાહભેર જોડાયા હતા.
અંબાજી પ્રહલાદ પૂજારી