લીંબડી નિમ્બાર્ક પીઠ મોટામંદિર દ્રારા લીંબડી સુરેન્દ્રનગર હાઈવે પર આવેલ શ્રધ્ધા હાઈસ્કૂલની બાજુમાં આવેલ ખેતરમાં મોરારીબાપુની રામકથા બેસી છે ત્યારે પ્રમાણિક, શિષ્ત, નિયમિતતા માટે પ્રજામાં જાણીતા એવા આપણાં રાજ્યપાલ શ્રી દેવવ્રત આચાર્યજીની ખાસ ઉપસ્થિત રહી હતી
ત્યારે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે માટે હાઈવે પર તેમજ રામકથા સ્થળ પર પોલીસનો કાફલો જોવા મળ્યો હતો તેમજ પોલીસ વર્જાવાન, ફાઈર ફાઈટર, 108 એમ્બ્યુલન્સ સહિતના વાહનોનો પણ કાફલો જોવા મળ્યો હતો ત્યારે આજે રામકથામાં મહામંડલેશ્વર સાધુ સંતો મહંતો અને હાજર રહ્યા હતા
તેમજ ખાસ કરીને લીંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણા, વઢવાણ ધારાસભ્ય અને નાયબ દંડક જગદીશભાઈ મકવાણા મોટામંદિર મંહત લાલદાસ બાપુ, તેમજ અધિકારીઓમા સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ, ડેપ્યુટી કલેકટર, મામલતદાર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા ત્યારે આ રામકથામા રાજ્યપાલ શ્રી દેવવ્રત આચાર્ય દ્રારા ખેડુતોને ખેતી વિષયક માહિતી સાથે ગૌમાતાની વિષયક સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી
પ્રાકૃતિક ખેતીથી કૃષિ પેદાશમાં ઘટાડો નહિ પણ ઉતરોતર વધારો અને ખર્ચાળ માં ઘટાડો થાય છે. રાસાયણિક ખેતી ને લીધે દેશભરમાં ઓર્ગેનિક કાર્બન નું પ્રમાણ ૦.૫ થી નીચે આવી ગયુ હોઇ જમીનને પુનઃ વધુ કાર્યક્ષમ બનાવવા પ્રાકૃતિક ખેતી એકમાત્ર વિકલ્પ હોવાનુ રાજ્યપાલ એ જણાવ્યું હતું.આ રામકથામા હજારોની સંખ્યામાં લીંબડી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાંથી હજારોની સંખ્યામાં હરીભક્તો હાજર રહ્યા હતાં ત્યારે ગુજરાત રાજ્યપાલ શ્રી દેવવ્રત આચાર્યનુ વક્તવ્ય પૂરું થયા બાદ રાષ્ટ્રીય ગીત ગવાયું હતું ત્યારે બાદ રાજ્યપાલ શ્રી દેવવ્રત આચાર્ય જવા રવાનાં થયા હતા.
રિપોર્ટર:- વલ્લભભાઈ રાઠોડ લીંબડી