કેન્દ્રવર્તી શાળા ખાતે જન્માષ્ટમી ની અગાઉની રાત્રીએ ધાર્મિક કાર્યક્રમો
ગારીયાધાર તાલુકા વિસ્તારમાં ગારીયાધાર ની કેન્દ્રવતી શાળા ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું . જેમાં જન્માષ્ટમી નો તહેવાર હોય જેને લઈને રામ કૃષ્ણ જન્મોત્સવ સમિતિ દ્વારા ધાર્મિક અને સંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું .
આમ ગારીયાધાર તાલુકાની વિવિધ શાળાઓએ પોતાના સંસ્કૃતિક કાર્યક્રમ અહીં સ્ટેજ પર રજુ કર્યા હતા . જેમાં દેશભક્તિના ગીતો સહિત જુના ગુજરાતી ગીતો અને અન્ય ગીતો પણ શાળાના વિધાર્થીઓએ પોતાના સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યા હતા . આ તકે સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેવા વાળા દરેક વિદ્યાર્થીને બેગ આપી સન્માનિત કરાયા હતા .
આ તકે વિવિધ રાજકીય અગ્રણીઓને સામાજિક અગ્રણીઓએ કેન્દ્રવર્તી શાળામાં હાજરી આપી હતી . આ તકે ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય અને અન્ય ગામના પ્રતિષ્ઠિત વ્યક્તિઓએ હાજરી આપી હતી .
રિપોર્ટર મહેશ ગોધાણી ગારિયાધાર