Latest

પ્રાંતિજ તાલુકાના રામપુરા સોનાસણ રોડ પર આવેલા પૌરાણિક વહાણવટી માતાજી ના મંદિર નો બાવીસમો પાટોત્સવ રંગેચંગે સંપન્ન..

હજારો ભક્તો એ લાભ લીધો..હોમ હવન મહાપૂજા મહાપ્રસાદ ના સુંદર આયોજનો કરાયાં….
કપિલ પટેલ દ્વારા અરવલ્લી

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના રામપુરા સોનાસણ રોડ ટચ આવેલા પૌરાણિક ખીજડાવાળા વહાણવટી માતાજી નો બાવીસમો પાટોત્સવ તા૨૯મી માર્ચે વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે હજારોની જનમેદની વચ્ચે સંપન્ન થયો હતો.

આ પ્રસંગે ભવ્ય હોમાત્મક યજ્ઞ મહાપૂજા મહાઆરતી મહાપ્રસાદ ના આયોજનો વહાણવટી માતાજી વિકાસ ટ્રસ્ટ ના ટૃસ્ટીગણ દ્ગારા કરવામાં આવ્યા હતા. યજ્ઞના મુખ્ય યજમાન પોગલુ શૈલેષભાઈ બી.પટેલ હતા.અન્ય દશેક જેટલા યજ્ઞ લાભાર્થીઓએ યજમાન પદે જોડાઈને હોમાત્મક યજ્ઞ નો લાભ લીધો હતો..

જ્યારે મહાપ્રસાદના દાતા કાબોદરી ગામના ધવલકુમાર અરવિંદભાઈ નાયીએ માતાજી ના ઉત્સવમાં ભાગ લ‌ઈ ધન્યતા અનુભવી હતી.મા વહિવટી માતાજી ના પૌરાણિક ધામોને અલૌકિક રોશની થી શણગારવામાં આવ્યા હતા.

આને આબેહૂબ માતાજી પ્રસંગમાં આર્શીવાદ આપવા આવ્યા હોય એવો અહોભાવ ઊભો થયો હતો.અસંખ્ય લોકોએ માતાજી ના આ બાવીસમા પાટોત્સવ ની ઉજવણીના વિવિધ ધાર્મિક કાર્યક્રમો જોડાઈને ધન્યતા ના અનુભવ સાથે માતાજી ના આર્શીવાદ મેળવ્યા હતા.

મહાપ્રસાદનુ પણ સુંદર આયોજન આયોજકો દ્વારા કરવામાં આવ્યું હતું.માતાજીનો જયજયકાર બોલાવ્યો હતો.આ પ્રસંગમાં કાર્યક્રમ ને અધિકતમ સફળ બનાવવામાં સેવા આપનારા તમાંમ સેવકો ભક્તો પંથકજનનોનો વહાણવટી વિકાસ ધામ ટૃસ્ટ દ્ગારા આભાર માનવામાં આવ્યો હતો.મા વહાણવટી માતાજી ના જયજયકાર સાથે કાર્યક્રમ સુંદર રીતે સંપન્ન થયો હતો..

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કેબિનેટ મંત્રીના અધ્યક્ષ સ્થાને ધ્રોલ એસ.ટી.ડેપો વર્કશોપ તથા જોડિયા એસ.ટી.બસ સ્ટેશનનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો

જામનગર, સંજીવ/અમિત, એબીએનએસ: રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ તથા વિજ્ઞાન…

નાણામંત્રી નિર્મલા સીતારમન દ્વારા રજૂ કરાયેલ કેન્દ્રીય બજેટ ૨૦૨૬ ને આવકારતું જામનગર શહેર ભાજપ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: નાણામંત્રી નિર્મલા સીતારમને ૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ના…

1 of 625

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *