Latest

રામરોટી પુંસરી આસપાસના ગામના ટીબીના દર્દીઓને પોષણયુક્ત ભોજન આપશે

રામ રોટીમાં લોટ બાંધવાનું અને રોટલી બનાવવાનું મશીન તેમજ ટિફિન પહોંચાડવા રીક્ષાનું લોકાર્પણ કરવામાં આવ્યું

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

તલોદ  તાલુકાના પુંસરી ગામનો કોઈપણ માણસ ભૂખ્યો ન સુવે તેવા સંકલ્પ સાથે સંવેદના ચેરીટેબલ ટ્રસ્ટ પુંસરી રામરોટી અન્નક્ષેત્ર શરૂ કર્યું છે 50 દિવસના ટૂંકા ગાળામાં હાલ 32 લોકોને ઘરબેઠા ટિફિન પહોંચાડવામાં આવે છે

ત્યારે રામ રોટી નો વ્યાપ વધારવા માટે લોટ બાંધવાનું મશીન રોટલી શેકીને તૈયાર કરવાનું મશીન સાથે ટિફિન વિતરણ માટે રીક્ષા નું પણ લોકાર્પણ પણ કરવામાં આવ્યુ છે

સાથે સાથે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા તપાસ માં બહાર આવેલ પુંસરી આસપાસના છ દર્દીઓને પોષણયુક્ત ભોજન પૂરું પાડવાની શરૂઆત કરવામાં આવી છે હવે લોકોને ભોજન તેમના ઘરે બેસી મળી જાય તેવું કરવામાં આવશે 50 દિવસના ટૂંકા સમય ગાળામાં 1009 લોકોને ટિફિન જ્યારે 278 લોકોને રસોડે ભોજન તેમજ 13 વાર મીઠાઈ અને તહેવારોને અનુરૂપ ફાફડા જલેબી પૂરું પાડવામાં આવ્યુ છે

હવે રામરોટી નો વ્યાપ વધારવામાં આવશે અને રામરોટી અને આટા મેકર રસોડામાં સેવા પૂરી પાડતાં ઇલાબેન પ્રજાપતિ અને ટીનાબેન પરમાર બહેનોના હસ્તે પૂજન કરી ને પ્રારંભ કરાવા માં આવ્યું હતો જયારે સાબરકાંઠા અરવલ્લી સાંસદ આરોગ્ય દિપસિંહ રાઠોડ એ ગ્રાન્ટમાંથી લેવામાં આવેલ રિક્ષા નું લોકાર્પણ  પુંસરી વિસ્તારના પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય અને સંવેદના ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ નરેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ થયું હતું આ પ્રસંગે ટ્રસ્ટીઓ તથા ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા

ટીબી મુક્ત બનાવતા સરકારના સંકલ્પના ભાગરૂપે આ રોગના દર્દીઓને લાભ આપવા સંવેદના ચેરીટેબલ ટ્રસ્ટ ગુજરાત કક્ષાએ પોષણ યુક્ત ભોજન પુરૂપાડનાર પ્રથમ ટ્રસ્ટ હશે તેમ પ્રમુખ નરેન્દ્ર પટેલે જણાવ્યું હતું રામરોટી 32 લોકો જરૂરિયાત મંદ અને ભોજન આપવા છે જેમાં વધારો કરી હવે 40 લોકો ને ભોજન આપશે જેમાં 4 દિવ્યાંગ તેમજ 18 વિધવા બહેનો નો સમાવેશ થાય છે
આ પ્રસંગે સંવેદના ચેરિટેબલ ટ્રસ્ટ પુસરી ના ટ્રસ્ટી ઓ તથા ગ્રામજનો મોટી સંખ્યા માં હાજર રહ્યા હતા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

1 of 627

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *