Latest

સિંધી સમાજના રાષ્ટ્રીય પંચાયત ના હોદેદારોનું કોડીનાર શહેરમાં આગમન

અખિલ ભારતીય લાડી લોહાણા સિંધી પંચાયત (એ બી એલ એલ એસ) ના જનરલ સેક્રરેટરી શ્રી અશોભાઈ રાવલ, ઉપ પ્રમુખ શ્રી લાલતીભાઈ કોટક, સેક્રરેટરી શ્રી કાંતિલાલ ઉમલાણી તેમજ શ્રી ચંદ્રકાન્ત સોની કોડીનાર સિંધી સમાજ ની મુલાકાતે આવ્યા હતા. પ્રથમ આવેલ મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત તેમજ સાલ પહેરાવી સન્માન કરવામા આવ્યું ત્યારબાદ શ્રી ચંદ્રકાન્ત સોની દ્વારા સ્વામી લીલશાહ મહારાજ ની પ્રાર્થના બાદ કાર્યક્રમની શરૂઆત થઈ.

સમાજ કેમ આગળ આવી શકે તેમજ સમાજ ના હાલના પ્રશ્નો વિષે શ્રી અશોભાઈ રાવલે વિષેશ માર્ગદર્શન આપ્યું, કોડીનાર તેમજ સુત્રાપાડા સિંધી સમાજ ના સુજાવો પર અમલ કરવા સમાજ કટિબદ્ધ છે તેવું શ્રી લલતીભાઈ કોટકે જણાવ્યું તેમજ કયાં કયાં નવા કાર્યો રાષ્ટ્રીય પંચાયત કરવાની છે તેની માહિતી પણ યુવાનો ને આપી હતી.

કોડીનાર લાડી લોહાણા સિંધી સમાજ ના પ્રમુખ શ્રી ગુરુભાઈ વાધવાણી ના નેતૃત્વ હેઠળ યુવા મંડળની ટીમ કે જેમાં અજયભાઈ ધાનાણી, રાજુભાઈ કારવાણી, લવ કક્કડ, સાગર રામચંદાણી, સાગર વાધવાણી, તુલસીભાઈ જુમાણી તેમજ ઉમદા શેવાકીય કાર્યકરો શ્રી લાલુભાઇ રામચંદાણી, તુલસીભાઈ મનવાણી અને પ્રકાશભાઈ લછાણી (મહારાજ)એ આ કાર્યક્રમ ને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

લીંબડી રેલવે સ્ટેશન ખાતે 1000થી વધુ દીવડાઓ પ્રગટાવાયા | સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ભવ્ય કાર્યક્રમ

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી રેલવે સ્ટેશન ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના…

શ્રદ્ધા અને સંસ્કાર સાથે બાપ્પાનું આગમન: ફ્લોરા આઇરિસમાં ગુંજ્યો ‘ગણપતિ બાપ્પા મોરિયા’નો જયઘોષ

અમદાવાદ: સંજીવ રાજપૂત, એબીએનએસ: સાઉથ બોપલની પ્રતિષ્ઠિત સોસાયટી ફ્લોરા આઇરિસ ખાતે…

1 of 144

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *