રેડક્રોસ માં સામે લોહી જમા કરાવ્યા વગર લોહી આપવા માં આવે છે
રેડક્રોસ બ્લડ બેન્ક માં રક્ત લેવા આવનાર પાસે સામે રક્ત જમા કરાવવા નું કહેવા માં આવતું નથી માટે લોકો ઉત્સાહિત થઈ રક્તદાન કરી રહ્યા છે હાલ માં અછત ના સમય માં રેડક્રોસ ની અપીલ ને લઈ ને સ્વૈચ્છિક રક્તદાતાઓ રક્તદાન કરવા રેડક્રોસ બ્લડ બેન્ક, દિવાનપરા રોડ, ભાવનગર ખાતે આવી પહોંચ્યા હતા.
ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર જિલ્લા શાખા દ્વારા ચાલતી શ્રી ઉત્તમ એન ભુતા-રેડક્રોસ બ્લડ સેન્ટર (બ્લડ બેન્ક) દીવાનપરા રોડ, બાર્ટન લાઈબ્રેરી સામે, ભાવનગર ખાતે રક્તદાન માટે લોકો નો સ્વંયભુ ઉત્સાહ જોવા મળી રહ્યો છે રેડક્રોસ દ્વારા બ્લડ બેન્ક શરૂ થયા ના ટૂંકા ગાળા માં 7500 થી વધુ બોટલ રક્ત એ દર્દીઓ ને સામે જમા લીધા સિવાય આપવા માં આવ્યું છે અને દર્દીઓ માટે તદ્દન રાહત દરે સેવાઓ આપવા માં આવી રહી છે.વળી સ્વૈચ્છિક સંસ્થાઓ અને સેવભાવીઓ ના સહકાર થી નાના નાના રક્તદાન કેમ્પ નું આયોજન કરી ને રક્ત ની અછત ન થાય તે પણ જોવા માં આવી રહ્યું છે.
રેડક્રોસ ખાતે નિષ્ણાત તબીબો અને પેરામેડિકલ અને લેબોરેટરી ટેક્નિશિયન ની ટિમ દ્વારા સેવા આપી ને જરૂરિયાત ના સમય માં 24 કલાક સેવાઓ આપવા મા આવી રહી છે.ખાસ હાલ ના સમય માં ગરમી નું પ્રમાણ વધુ હોય સામાન્ય રીતે થતા રક્તદાન કેમ્પ માં ધટાડો થાય અને રક્તદાન ઓછું થાય તેવા સમયે દર્દીઓ ની વ્હારે એવા અનેક સ્વૈચ્છિક રક્તદાતાઓ રેડક્રોસ બ્લડ બેન્ક માં આવી ને કોઈપણ અપેક્ષા વગર રક્તદાન નું પુણ્ય કાર્ય કરી રહ્યા છે.
રેડક્રોસ સોસાયટી દિવાનપરા રોડ ખાતે આવી ને રક્તદાતાઓ ની સંખ્યા સતત વધી રહી છે પોતા ના જન્મ દિવસ, લગ્ન દિવસ કે દિવંગત સ્વજનો ની યાદ માં પોતે અને નાના નાના 10 થી 15 બોટલ ના કેમ્પ નું આયોજન બ્લડ બેન્ક માં કરે છે, વળી પોતાના ઘરે કે વ્યવસાય ના સ્થળે પણ 10 થી 15 બોટલ કે તેથી વધુ બોટલ ના કેમ્પ નું આયોજન કરે છે.
રેડક્રોસ ની ટિમ સતત રક્તદાન જાગૃતિ માટે ના કાર્યક્રમો નું આયોજન પણ કરી રહી છે તેવા સંજોગો માં સ્વૈચ્છિક રક્તદાન માટે જાગૃતિ આવી રહી છે.અને જેથી સામે જમા લીધા વગર સતત 24 કલાક દર્દીઓ ને રક્ત આપવા નો સેવાયજ્ઞ ચાલી રહ્યો છે.રેડક્રોસ એવા દરેક સ્વૈચ્છિક રક્તદાતાઓ અને કેમ્પ નું આયોજન કરનાર નો આભાર માને છે.
તાજેતર માં પણ અમુક નેગેટિવ અને પોઝિટિવ બ્લડ ગ્રુપ ના લોહી ની જરૂરીયાત હોય રેડક્રોસ ની અપીલ માત્ર થી રક્તદાતાઓ પોતાનું કામ મૂકી ને પહેલા રક્તદાન ની ફરજ અદા કરવા રેડક્રોસ ખાતે ઉપસ્થિત રહયા હતા જેમાં મકવાણા ભાવેશભાઈ (O -NEG ), ખમલ ભાર્ગવભાઈ કાનાભાઇ (A -NEG), સરવૈયા પાર્થરાજસિંહ(A -NEG ),ગોહિલ કૃષ્ણદેવસિંહ હરપાલસિંહ (B+VE), શેઠ મનીષભાઈ (A +VE), નારાયણરાવ (A -NEG), પંડ્યા મિહિરભાઈ (A B +VE), વાળા સિધ્ધરાજસિંહ (A +VE), પરમાર શૈલેષભાઇ (A B +VE),મેંદપરા મનીષભાઈ (A B +VE),રાઠોડ હિરેનભાઈ (A B +VE), ગોહિલ ધવલભાઈ (A B +VE), જોટાનીયા હરેશભાઇ (A B +VE), હુંબલ જીગ્નેશભાઈ કાનાભાઇ (O -NEG ) ,વાઘેલા રાજુભાઈ (A B +VE), વ્યાસ જયકુમાર (A +VE), ઘોડાદરા પર્વ (O +VE), પટેલીયા બટુકભાઈ નાનજીભાઈ (O +VE), ચુડાસમા હર્ષદીપસિંહ (O+VE), પટેલ સોહીલ અનિલભાઈ(B-NE), ડાંગર પાર્થ(A+VE), ચાવડા અનિરુદ્ધસિંહ(O+VE) , ચાવડા પાર્થ રતનસિંહ(A+VE), કેશવાણી ભાવેશ(B+VE), ગાબાણી મનન(B-NEG), હરિયાની સૂરજ(B-VE),શાહ નિત્ય(A+VE), ત્રિવેદી અનીશ હરિપ્રસાદ(B-NEG), પટેલ બ્રિજેશ નરોત્તમભાઈ(B-NEG) વગેરે રક્તદાતાઓ એ એક જ દિવસ માં રેડક્રોસ ખાતે આવી ને જરૂરિયાતમંદ દર્દીઓ માટે પોતાનું સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું.
રેડક્રોસ દ્વારા દરેક રક્તદાતાઓ નો આભાર માની પોતાના કામ ને બાજુ માં મૂકી રક્તદાન માટે આવી રક્તદાન કરવા માટે સૌનું સન્માન કરવા માં આવ્યું હતું.
હાલ ના દિવસો માં રક્ત ની જરૂરિયાત રહેતી હોય રક્તદાતા દિવસ આવનાર હોય 5 થી 10 યુનિટ બ્લડ ડોનેશન દ્વારા નાના નાના કેમ્પ નું આયોજન કરવા રેડક્રોસ સોસાયટી નો સંપર્ક મો.9825566642, 9429406202 ,953795 2929 ઉપર સંપર્ક કરવા અનુરોધ છે. તેમજ માનવતાના આ રકતદાન પ્રવૃત્તિમાં યોગદાન આપનાર સૌનો હદયપૂર્વક આભાર છે.