એબીએનએસ, પાટણ : પાટણ જિલ્લામાં તા.21 નવેમ્બર 2024 થી 04 ડિસેમ્બર 2024 દરમિયાન “પુરુષ નસબંધી પખવાડિયાની ઉજવણી અન્વયે ” આજથી પ્રારંભ કરો, પતિ-પત્ની સાથે મળીને કુટુંબ નિયોજનની વાત કરો ” થીમ હેઠળ “પુરુષ નસબંધી પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે.
આ પખવાડિયાનો મુખ્ય ઉદ્દેશ પુરુષોને કુટુંબ નિયોજનમાં ભાગીદારી વધારવા અને પુરુષ ગર્ભ નિરોધ પધ્ધતિ જેવી કે નસબંધી અને અન્ય પદ્ધતિનો ઉપયોગ વધારવા પ્રેરિત કરવાનો છે
પુરુષ નસબંધી પખવાડિયાની ઉજવણી બે તબક્કાઓમાં કરવામાં આવી રહી છે જે અંતર્ગત પહેલા તબક્કામાં તારીખ 21 થી 27 નવેમ્બર-24 દરમિયાન મોબિલાઈઝેશન ફેઝમાં સઘન આરોગ્ય શિક્ષણની ગુણવત્તા સભર કામગીરી અંતર્ગત પર્સનલ કોમ્યુનિકેશન તથા બીહેવીયર ચેન્જ કોમ્યુનિકેશનના વિવિધ માધ્યમો તેમજ લાભાર્થીઓનું કાઉન્સિલિંગ, સર્જનની ઉપલબ્ધતા, કુટુંબ નિયોજનની સેવાઓની ઉપલબ્ધતા, પ્રચાર પ્રસાર, પુરુષોનું સમપરામર્શ અને મોબિલાઇઝેશન કરી વધુમાં વધુ પુરુષો નસબંધી કરાવે તે માટે તમામ આરોગ્યની સંસ્થાઓ દ્વારા પુરુષ નસબંધી અંગે પ્રચાર પ્રચાર આવી રહ્યો છે.
જેના ભાગરૂપે આજ તા. ૨૬/૧૧/૨૦૨૪ ના રોજ રીજીયોનલ સાયન્સ સેન્ટર ચોરમારપુરા તા. સરસ્વતી ખાતે યોજાયેલ અધિકારી/કર્મચારીઓની C-MAM તાલીમમાં NSV પખવાડિયા અંતર્ગત ઉપસ્થિત પદાઅધિકારીઓ, અધિકારીઓ, તાલીમાર્થીઓને પુરુષોની કુટુંબ નિયોજનમાં ભાગીદારી વધારવા અને પુરુષ ગર્ભ નિરોધ પધ્ધતિ જેવી કે નસબંધી અને અન્ય પદ્ધતિનો ઉપયોગ વધારવા પ્રેરિત કરવા અને કરાવવા સારું પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.
બીજા તબક્કામાં તા. 28 નવેમ્બરથી 4 ડિસેમ્બર 2024 દરમિયાન પુરુષ નસબંધી માટે મોટીવેટ કરેલા પુરુષોને મેડિકલ કોલેજ હોસ્પીટલ, જિલ્લા હોસ્પિટલ, સબ જિલ્લા હોસ્પિટલ સામુહિક આરોગ્ય કેન્દ્ર શહેરી તથા ગ્રામ્ય પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પુરુષ નસબંધી કેમ્પ યોજીને નસબંધીની સેવાઓ આપવામાં આવશે.
આ અંગે જિલ્લા આરોગ્ય વિભાગ દ્રારા નસબંધી કરાવનાર પુરુષોને સરકાર તરફથી રૂપિયા 2000/- અને પુરુષ નસબંધી માટે સહમત કરાવનારને સરકાર તરફથી ₹300/- બેંક ખાતામાં જમા કરવામાં આવે છે.