કપિલ પટેલ દ્વારા અરવલ્લી
બાયડ તાલુકાના વાત્રક હોસ્પિટલ ખાતે 76 માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મુખ્ય મહેમાન તરીકે પ્રકાશભાઈ શાહના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ કરાયુ હતું.
આ પ્રસંગે કે.કે.શાહ સાબરકાંઠા આરોગ્ય મંડળ વાત્રક ના પ્રમુખ સુજાતાબેન શાહ હાજર રહ્યા હતા. સમગ્ર આયોજન આરોગ્ય મંડળના સેક્રેટરી અને સ્ટાફ પરિવાર દ્વારા કરાયું હતું.