Latest

ભાવનગર રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે સાયન્સ સમર કેમ્પ યોજાશે

‘સાયન્સ સમર કેમ્પ-મસ્તી કી પાઠશાલા’ હેઠળ રિજિયોનલ સાયન્સ સેન્ટરના આંગણે ઉનાળુ વેકેશનની ઉજાણી

ભાવનગરના નારી ગામ પાસે આવેલા રિજિયોનલ સાયન્સ સેન્ટર ભાવનગર ખાતે ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ગુજકોસ્ટ) ના માર્ગદર્શન હેઠળ સાયન્સ સમર કેમ્પનું આયોજન કરવામાં આવશે. આ સમર કેમ્પમાં વિદ્યાર્થીઓ પ્રવૃત્તિ કરતા કરતા ગણિત, વિજ્ઞાન, એન્જીનીયરિંગ ક્ષેત્રે જ્ઞાન મેળવી વિજ્ઞાન અને ટેકનોલોજીના જ્ઞાનમાં વધારો કરી શકશે.

કુલ ત્રણ સમર કેમ્પનું આયોજન કરવામાં આવશે જેમાં પ્રથમ કેમ્પ ૧૭-૧૯ મે ૨૦૨૩, બીજો કેમ્પ ૨૪-૨૬ મે ૨૦૨૩ અને ત્રીજો કેમ્પ ૩૧ મે થી ૨ જુન ૨૦૨૩ દરમ્યાન યોજવામાં આવશે. દરેક કેમ્પ ત્રણ દિવસનો રહેશે જેમાં સમર કેમ્પમાં ભાગ લેનાર વિદ્યાર્થીએ 3 દિવસ અને ૨ રાત્રિ રોકાણ કરવાનું રહેશે. જેમાં ભાગ લેનારની રહેવાની વ્યવસ્થા રિજિયોનલ સાયન્સ સેન્ટર (આરએસસી) ભાવનગર દ્વારા કરવામાં આવશે.

સમર કેમ્પમાં તજજ્ઞો દ્વારા વિવિધ પ્રવૃતિઓ કરાવવામાં આવશે. આ સમર કેમ્પની વિસ્તૃત માહિતી તેમજ રેજીસ્ટ્રેશન માટેની વિગતોમાં ગુગલફોર્મ https://docs.google.com/forms/d/e/1FAIpQLSciw8s7P1DGxWvohOJYjAQtPA5AJqiC94n7NHAPY9KD_v0oXw/viewform
અથવા ટ્વિટર @RSCBhavnagar અથવા મો. : 9586100600 પર સંપર્ક કરવાનો રહેશે.

ઉનાળુ વેકેશન દરમ્યાન સમયનો સદઉપયોગ કરી પ્રેક્ટીકલ જ્ઞાન દ્વારા વિજ્ઞાનને જાણવા સમજવા માટે વિવિધ મોડેલ્સ તથા વિવિધ એક્ટિવિટી દ્વારા જ્ઞાન પૂરું પાડવાનો રિજિયોનલ સાયન્સ સેન્ટર ભાવનગર દ્વારા આયોજિત થનાર સમર કેમ્પનો હેતુ છે.

ત્રણ દિવસ દરમિયાન આરએસસી ભાવનગર દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવશે જેમકે વેળાવદર નેશનલ પાર્ક ની મુલાકાત, ઇન્ડસ્ટ્રી વિઝિટ, યોગા સેશન, સ્કાય ગેંઝિગ, ડોક્યુમેન્ટરી ફિલ્મ, ઇન્ડોર ગેમ્સ જેમકે પેપર ક્રાફ્ટ, ઓરિગામિ, હાઇડ્રોપોનિક્સ વર્કશોપ, ચેસ સ્પર્ધા અને વિવિધ આઉટડોરર્સ ગેમ્સ રમાડવામાં આવશે. આમ આ સમર કેમ્પમાં વિદ્યાર્થીઓ ભાગ લઈને અનોખી મજા માણી શકશે.

આ સમગ્ર કાર્યક્રમનુ આયોજન રિજિયોનલ સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટર ડાયરેક્ટ ડૉ. ગિરિશ ગોસ્વામી ની દેખરેખ હેઠળ કરવામાં આવશે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમરેલી જિલ્લામાં બેખોફ બનેલા ગુનેગારો સામે કડક પગલાં ભરવા મુખ્યમંત્રીને રજૂઆત કરતા પૂર્વ સાંસદ વીરજીભાઈ ઠુંમર

અમરેલી જિલ્લાના પૂર્વ સાંસદ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અમરેલી જિલ્લામાં બત્તર…

1 of 543

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *