Latest

રન ફોર યુનિટી, રાષ્ટ્રીય એકતા દિવસ: રાજ્યભરમાં રન ફોર યુનિટીનું થશે આયોજન

ગાંધીનગર, સંજીવ રાજપૂત: દર વર્ષે 31મી ઑક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવે છે, જે દેશની સમૃદ્ધ સાંસ્કૃતિક વિવિધતા અને એકતાની ઉજવણી કરવા માટે જીવનના તમામ ક્ષેત્રના લોકોને નજીક લાવીને સંવાદિતા અને એકતાના મૂલ્યોને પ્રોત્સાહન આપે છે.

ગુજરાતમાં સરદાર વલ્લભભાઈ પટેલના વારસાને સન્માનિત કરવા માટે, ગુજરાત સરકારે વિવિધ વય જૂથોના હજારો નાગરિકોને એકતા અને સૌહાર્દ તરફ વાળવાના ઉદ્દેશ્ય સાથે રાજ્યભરમાં રન ફોર યુનિટીનું આયોજન કરવામા આવેલ છે.

સમગ્ર ગુજરાતમાં તમામ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અલગ અલગ જગ્યા ઉપર રન ફોર યુનિટીનુ આયોજન કરવામા આવેલ છે જેની વિગત નીચે મુજબ છે.

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા યુનિટી રન સવારે 6:45 વાગ્યે, સાબરમતી રિવર ફ્રન્ટ ખાતેના ઇવેન્ટ સેન્ટરથી શરૂ કરવામા આવશે, જે કુલ 4.2 કિલોમીટર અંતરની રહેશે. આ યુનિટી રનમાં અંદાજિત 7,000થી વધુ લોકો જોડાશે. જેમા માનનીય સંસદસભ્યશ્રી, ધારાસભ્યશ્રી, મેયરશ્રી, તમામ કાઉન્સિલરશ્રી તેમજ અન્ય મહાનુભાવો ભાગ લેશે.

સુરત: સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા યુનિટી રન સવારે 7:00 વાગ્યે, જે પોલીસ પરેડ ગ્રાઉન્ડથી શરૂ કરી 3 કિલોમીટરના રૂટને આવરીને સરગમ શોપિંગ સેન્ટર પોલીસ પરેડ ગ્રાઉન્ડ પરત ફરશે. આ કાર્યક્રમમાં તમામ ધારાસભ્યશ્રી, ડેપ્યુટી મેયરશ્રી, ચેરમેનશ્રી, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન, કોર્પોરેટરશ્રી, મહાનુભાવો તેમજ એન.જી.ઓ. સહિત 3,000 થી વધુ લોકો જોડાશે.

વડોદરા: વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા યુનિટી રન કીર્તિ સ્તંભ, વડોદરા થી શરૂ કરીને ડેરી ડેન સર્કલ સુધી 4.5 કિલોમીટર સુધી રૂટને આવરી આવરીને પૂર્ણ થશે. માનનીય સંસદસભ્યશ્રી, ધારાસભ્યશ્રી, મેયરશ્રી, તમામ કાઉન્સિલરશ્રી તેમજ અન્ય મહાનુભાવો સહિત 7,500 થી વધુ લોકો જોડાશે.

રાજકોટ: રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા યુનિટી રન સવારે 7:00 વાગ્યે, રેસકોર્સ સ્થિત પોલીસ હેડક્વાર્ટરથી શરૂ થશે જે 3 કિલોમીટરનું અંતરને આવરીને પૂર્ણ થશે. આ કાર્યક્રમમાં માનનીય સંસદસભ્યશ્રી, ધારાસભ્યશ્રી, મેયરશ્રી, નાયબ મેયરશ્રી સહિત 5,000 થી વધુ લોકો ભાગ લેશે. અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી, કાઉન્સિલર, પોલીસ કમિશનર તેમજ મ્યુનિસિપલ કમિશનર વગેરે મહાનુભાવો આ કાર્યક્રમમાં હાજર રહેશે.

ભાવનગર: ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા યુનિટી રન સવારે 7:00 વાગ્યે શરૂ થશે અને 2.5 કિલોમીટરનું અંતર આવરી લેશે. તમામ સંસદસભ્ય, ધારાસભ્ય, કોર્પોરેટર તેમજ લગભગ 75 એન.જી.ઓ. સહિત અંદાજિત 2,500 થી વધુ લોકો આ કાર્યક્રમમાં ભાગ લેશે. અને આ કાર્યક્ર્મના આયોજક દ્વારા સરળ માર્ગ અને ટ્રાફિક વ્યવસ્થાપન સુનિશ્ચિત કરવા માટે સ્થાનિક પોલીસ વિભાગ સાથે સંકલન કરી સારૂ આયોજન થાય તે મુજબની કાર્યવાહી કરેલ છે.

જામનગર: જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા યુનિટી રન સવારે 7:00 કલાકે રણમલ તળાવથી શરૂ થઈને 1.5-કિલોમીટર જેટલુ અંતર કાપી સરદાર પટેલ સ્ટેચ્યુ ખાતે સમાપ્ત થશે. આ કાર્યક્ર્મમાં માનનીય સંસદસભ્ય, ધારાસભ્ય, મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન અને જિલ્લા અને શહેરના અન્ય મહાનુભાવો સહિત કુલ 3,100 થી વધુ લોકો સહભાગી થશે. વધુમાં, સશસ્ત્ર દળો, NCC, પોલીસ, રમતગમતના અધિકારીશ્રી/કર્મચારીઓ તેમજ ભાગ લેવા ઇચ્છતા  તમામ નાગરિકો માટે 5 કિલોમીટરની અલગથી યુનિટી રનનું આયોજન કરેલ છે.

જૂનાગઢ: જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા યુનિટી રન સવારે 7:30 કલાકે બહુદ્દીન કોલેજથી શરુ  થઇ 1.1 કિલોમીટરના અંતરને આવરીને પુર્ણ થશે. , જેમા લગભગ 2,000 થી વધુ લોકોની ભાગીદાર થઇ સાક્ષી થશે. આ યુનિટી રનમા માનનીય સંસદસભ્યશ્રી, મેયરશ્રી અને જિલ્લા પ્રમુખશ્રીની હાજરીમાં ઉજવવામાં આવશે.

ગાંધીનગર: ગાંધીનગરના મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 5 કિલોમીટરની યુનિટી રન સવારે 7:00 વાગ્યે, સરદાર પટેલ સ્ટેચ્યુ, સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન, સેક્ટર-16 ખાતે થી ગુજરાતના  મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપ્સ્થિતિમા યોજાનાર છે.

આ દોડમાં માનનીય સંસદસભ્યશ્રી, ધારાસભ્ય, મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના મહાનુભાવો, તમામ કાઉન્સિલર, કલેક્ટર ગાંધીનગર, એસ.પી. ગાંધીનગર તેમજ અંદાજે 15 એન.જી.ઓ. સહિત 3,000 થી વધુ લોકો જોડાશે.

ગુજરાતમાં એકતા દિવસ માત્ર એકતાના વિચારને પ્રોત્સાહન આપવા માટે જ નહિ પરંતુ રાજ્યના વિવિધ ભાગોમાંથી ચૂંટાયેલા અધિકારીઓ, મહાનુભાવો અને નાગરિકોની સક્રિય ભાગીદારી પણ દર્શાવે છે. તે એક શક્તિશાળી રીમાઇન્ડર તરીકે સેવા આપે છે

કે કોઈપણ સમાજની પ્રગતિ અને વિકાસ માટે એકતા અને સંવાદિતા જરૂરી છે. ગુજરાત સરકાર તમામ નાગરીકોઓને આ એકતા દોડમાં જોડાવા, એકતાની ભાવના અપનાવવા અને આ રાષ્ટ્રીય એકતા દિવસને ભવ્ય રીતે સફળ બનાવવા હાર્દિક આમંત્રણ આપે છે. ચાલો આપણે સાથે મળીને દોડીએ, વિવિધતામાંથી એક થઈ ગુજરાતની એકતા શક્તિની ઉજવણી કરીએ.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફક્ત બે દિવસમાં ૧૦ દર્દીઓની લીથોટ્રીપ્સીથી ઓપેરેશન વગર પથરીની સારવાર કરાઇ

અમદાવાદ, સંજીવ રાજપૂત: સિવિલ હોસ્પિટલમાં પેઇનલેસ પથરી ની સારવાર ઉપલબ્ધ થઈ છે…

તપાસ નો ધમધમાટ શરૂ: રૂ.3:38 લાખ ના સીસી રોડ ના કામ માં ભ્રસ્ટાચાર બાબતે થયેલ છે ગાંધીનગર લેખિતમાં રજુઆત

એબીએનએસ, રાધનપુર: રાધનપુરના રહેણાંક વિસ્તારો વિકાસ થી વંચીત રાખી બિલ્ડરો ને…

1 of 562

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *