Latest

સચિન GIDC વિસ્તારથી ગુમ થયેલી અઢી વર્ષની દીકરીને ગણતરીની કલાકોમાં શોધી કાઢી પરિવાર સાથે સુખદ મિલન કરાવતી સચિન GIDC પોલીસ

સુરત. એબીએનએસ, બુધવાર: સચિન GIDC વિસ્તારથી ગુમ થયેલી અઢી વર્ષની દીકરી કુહુ પટેલને સચિન GIDC પોલીસે ગણતરીની કલાકોમાં શોધી કાઢી પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યુ હતું. પાલીગામ તથા સચિન GIDC વિસ્તારના ૮૦થી વધુ CCTV કેમેરા ચેક કરી બાળકીને ગુમ થયાના ચાર કલાકમાં ભાળ મેળવી બાળકીને સુરક્ષિત રીતે તેના પરિવારને સોંપી હતી.

સચિન GIDC વિસ્તારના ગીતાનગર વિભાગ-૦૧માં રહેતા જયપ્રકાશ પટેલની અઢી વર્ષની દિકરી કુહુ બપોરના બે વાગ્યાના અરસામાં ઘરનો દરવાજો ખૂલ્લો રહી જતા રમવા માટે ઘર બહાર નીકળી ગઈ હતી. રમતા-રમતા બાજુની સોસાયટીથી નીકળી એક કિલોમીટર જેટલા અંતરે આવેલ રિક્ષા સ્ટેન્ડ સુધી પહોંચી ગઈ હતી.

ઘરમાં દિકરી ન મળતા માતાએ આકુળ-વ્યાકુળ થઈ આસપાસ શોધખોળ કરી હતી. છતા કોઈ ભાળ ન મળતા અંતે પરિવારે પોલીસ મથકે જઈ સમગ્ર હકીકત વર્ણવી હતી. પોલીસે સમગ્ર મામલે ગંભીરતા દાખવી અલગ અલગ ટીમો બનાવી બાળકીને શોધવાની તજવીજ હાથ ધરી હતી અને માત્ર ચાર કલાકમાં શિવનગર નજીક રિક્ષા સ્ટેન્ડ, સચિન GIDC તલંગપુર રોડ, કૃષ્ણનગર પાસેથી બાળકીને શોધી કાઢવામાં સફળતા મેળવી હતી.

પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત અને સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર-૨, પોલીસ કમિશનર ઝોન-૬ તેમજ એ.સી.પી.’આઈ’ ડિવીઝનના માર્ગદર્શન હેઠળ પોલીસ ઈન્સ્પેક્ટર કે.એ.ગોહિલ તથા તેમની ટીમે સર્વેલન્સ સ્ટાફની મદદથી તાત્કાલિક અલગ અલગ ચાર ટીમો બનાવી હતી. સી.સી.ટીવી કેમેરા ચેકિંગ, ટેક્નિકલ વર્કઆઉટ તથા હ્યુમન સોર્સિસના આધારે સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ સચીનકુમાર હસમુખલાલે દિકરીને શોધી કાઢી હતી.

સચિન GIDC પોલીસ સ્ટાફ ટીમે સજાગતા, ટીમવર્ક અને કુશળતાથી પટેલ પરિવાર સાથે દીકરીનું સુખદ પુન:મિલન કરાવ્યું હતું. દીકરી સાથે માતા અને પરિવારજનોનું મિલન થતા પોલીસ સ્ટેશનમાં ભાવનાત્મક દ્રશ્યો સર્જાયા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઈશરધામ (સચાણા) ખાતે રવિવારે ઈશરનોમની સંતવાણી, મહાપ્રસાદ સહિતના ભકિતસભર કાર્યક્રમો સાથે થશે ઉજવણી

જામનગર, સંજીવ રાજપૂત: જામનગરના ઈશરધામ (સચાણા) ખાતે આગામી તા.૬ એપ્રિલ રામનવમીને…

જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરીના નવ નિર્મિત કાર્યાલયનું ઉદ્ધઘાટન કરતા પંચમહાલ જિલ્લા કલેકટર

એબીએનએસ, વી.આર. ગોધરા: પંચમહાલ જિલ્લા કલેક્ટર આશિષ કુમારના વરદ હસ્તે ગોધરા દાહોદ…

આત્મહત્યા કરવા નીકળેલ પરિવારને બચાવતી ઇસનપુર પોલીસ ટીમનું શહેર કમિશ્નર દ્વારા કરાયું સન્માન

અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિક દ્વારા આજરોજ ઇસનપુર…

અપરાજિતા ટ્રસ્ટના ઉપક્રમે જરૂરિયાતમંદ દીકરીઓને સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકોનું વિતરણ કરાયું

મહેસાણા, સંજીવ રાજપૂત: સરકારની વિવિધ વિભાગની યોજનાઓ થકી દરેક સમાજની મહિલાઓનો…

1 of 588

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *