Latest

સગર્ભા માતાઓ માટે ખાસ: ભારતમાં દર 1 લાખ પ્રસૃતિમાં 130 માતાના મૃત્યુ થાય છે 

અમદાવાદ: અમદાવાદ ખાતે ભારતની પ્રથમ પીપીએચ કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર ભારત માંથી 550 થી વધુ ડોક્ટર્સ એ ભાગ લીધો હતો. સમગ્ર ભારતના 100 થી વધુ વિદ્યાર્થીઓએ માતા મૃત્યુ દર કઈ રીતે ધટાડી શકાય વિષય પર પોતાના રિસર્ચ પેપર રજુ કર્યા હતા.

આપ જાણો છો ભારતમાં દર વર્ષે લગભગ 12,000 મહિલાઓ PPH થી મૃત્યુ પામે છે અને દર વર્ષે લગભગ 14 મિલિયન મહિલાઓ PPH નો અનુભવ કરે છે જેના પરિણામે વૈશ્વિક સ્તરે લગભગ 70,000 માતાના મૃત્યુ થાય છે. આજે તબીબી તકનીકો ઝડપથી વિકસિત થઈ રહી છે. અસરકારક રીતે દર્દીઓનું નિદાન અને સારવાર કરવા માટે તકનીકી સાધનો ઉપલબ્ધ છે.

ગાંધીનગર ઓબ્સ્ટ્રેટિક ગાયનેક સોસાયટી દ્વારા આયોજિત પોસ્ટ પાર્ટમ હેમરેજ પર ભારતમાં પ્રથમવાર એક આંતરાષ્ટ્રીય કોન્ક્લેવનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. નેશનલ હેલ્થ મિશનના તાજેતરના ડેટા અનુસાર, દેશમાં માતાના મૃત્યુમાં પીપીએચ નો હિસ્સો આશરે 20 ટકા છે. પોસ્ટપાર્ટમ હેમરેજ (પીપીએચ) એ સમગ્ર વિશ્વમાં માતાના મૃત્યુના મુખ્ય કારણોમાંનું એક છે.

આ ત્રણ દિવસીય પીપીએચ કોન્ક્લેવમાં ચેરપર્સન ડો. મહેશ ગુપ્તા, ડો માધુરી પટેલ, જોઈન્ટ સેક્રેટરી એફઓજીએસઆઈ, મુંબઇ પ્રોફેસર અહમદ ફુજી ગલાલ ઇજિપ્ત સહિતના ભારત અને વિદેશભરના ડોકટર્સ, વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને કઈ ટેક્નોલોજીની મદદથી માતાના થતા મૃત્યુ ને અટકાવી શકાય છે તે માટેની સર્જરી સાથેનું ડેમોન્સ્ટ્રેશન આપવમાં આવ્યું હતું. આ સાથે માતાને પણ સજાગતા સાથે ખાસ શું સંભાળ રાખવી તે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું..

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

નશાબંધી સપ્તાહની ઉજવણીના પ્રથમ દિવસે શહેરમાં બાઈક રેલીનું આયોજન કરી યુવાનોને વ્યસનથી દુર રહેવા અપીલ કરાઈ

જામનગર, સંજીવ રાજપૂત: પૂજ્ય મહાત્મા ગાંધીજીના જન્મદિન નિમિત્તે તા.૨/૧૦/૨૦૨૪ થી…

1 of 556

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *