શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલુ છે. અંબાજી દેશના 51 શક્તિપીઠ માં આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે. અંબાજી મંદિર ઉપર નાના મોટા 358 સુવર્ણ કળશ લાગેલા છે એટલે આ મંદિરને ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખવામાં આવે છે.
દેશ વિદેશમાંથી અંબાજી ખાતે માઈ ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા આવે છે. અંબાજી ખાતે સૌથી વધુ માઈ ભક્તો ગુજરાત અને ગુજરાત બહારથી પગપાળા ચાલતા ધજા અને સંઘ લઈને આવતા હોય છે, ત્યારે અંબાજી ધામ માં અંબાના ધામ થી વિશ્વભરમાં જાણીતું બન્યું છે પરંતુ ઘણા ઓછા લોકોને ખબર હશે કે અંબાજીના લોકો પણ ધજા અને સંઘ લઈને બીજા ગામ જતા હોય છે, વાત કરવામાં આવે તો ફેબ્રુઆરી મહિનાના પ્રથમ ગુરુવારે અંબાજી સાંઈ મિત્ર મંડળ દ્વારા છેલ્લા 26 વર્ષથી સંઘ નીકાળવામાં આવે ,છે જેમાં સાંઈ ભક્તો ધજા સાથે અંબાજી થી આબુરોડ સાંઈબાબા મંદિર ખાતે જતા હોય છે અને સાંઈ ભક્તિ કરતા હોય છે.
અંબાજી થી 22 કિલોમીટર દૂર રાજસ્થાનમાં આવેલું સાંઈબાબાનુ મંદિર ખૂબ જ જૂનું અને પૌરાણિક છે. આબુરોડ નજીક આવેલા માનપુર ગામ ખાતે આવેલા મંદિરમાં સાંઈ ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા આવે છે એ દર ગુરુવારે મોટી સંખ્યામાં સાંઈ ભજન અને સાંઈ ભક્તિ કરતા હોય છે,ત્યારે અંબાજીના લોકો પણ ફેબ્રુઆરી મહિનાના પ્રથમ ગુરુવારે અંબાજીથી ચાલતા પગપાળા સંઘમાં આવે છે અને સાંઈ ભક્તિ કરે છે અને મંદિરના શિખર ઉપર ધજા ચઢાવીને પરત અંબાજી આવે છે.
સિયાવા ખાતે સાંઈ ભક્તો માટે ભોજન ભંડારાની વ્યવસ્થા પણ કરવામાં આવતી હોય છે. અંબાજીના જાણીતા બિલ્ડર હેમંતભાઈ દવે દ્વારા ભોજન ભંડારામાં સહયોગ આપવામાં આવે છે, સાથે- સાથે સાંઈ મિત્ર મંડળ દ્વારા પણ અનેક સેવાકીય કાર્ય કરવામાં આવે છે. મુકેશ શેટ્ટી,રાજુ મોદી, વિજય દવે અને પ્રફુલ પંચાલ સહિત સાંઈ મિત્ર મંડળ સુંદર કાર્ય કરે છે.
:- અંબાજીના લોકો દ્વારા જગ્યા ઉપર કેમ્પ ખોલવામાં આવે છે :-
અંબાજીના લોકો પહાડી વિસ્તારમાંથી ચાલતા પગપાળા આબુરોડ સાંઈધામ જતા હોય છે,ત્યારે રસ્તામાં જગ્યા જગ્યા ઉપર અંબાજીના લોકો દ્વારા સેવા કેમ્પ ખોલવામાં આવે છે જેમાં પાણી, ચા ,નાસ્તો, ફ્રુટ સહિત આપવામાં આવે છે. સ્વ.મુરલી ભાઈ સિંધી અને સ્વ.કનુભાઈ પટેલ દ્વારા વર્ષો અગાઉ આ સંઘ શરૂ કરવામાં આવ્યો હતો, જે આજે પણ શરૂ જ છે.
અંબાજી પ્રહલાદ પૂજારી