કચ્છ, સંજીવ રાજપૂત: કચ્છ જિલ્લાના રાપર તાલુકાના કંડલા પાલનપુર નેશનલ હાઇવે રોડ પર આવેલા ચિત્રોડ ગામ ખાતે સંત શિરોમણી શ્રી ત્રિકમ સાહેબના મંદિર પરિસરનો વિકાસ કરવા માટે ડો આંબેડકર અંત્યોદય વિકાસ નિગમના પૂર્વ ડિરેક્ટર અરુણકુમાર સાધુએ અમદાવાદ પશ્ચિમ લોકસભા મત વિસ્તારના લોકપ્રિય, પ્રભાવશાળી , જાગૃત પૂર્વ સાંસદ ડોક્ટર કિરીટભાઈ પ્રેમજીભાઈ સોલંકીને રજુઆત કરી હતી.
જની ગંભીરતાથી નોંધ લઈને ડો કિરિટભાઈ સોલંકી એ ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને રૂપિયા ત્રણ કરોડના ખર્ચે વિકાસ કરવા માટે રજૂઆત કરી હતી.
તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સત્વરે ત્રણ કરોડ રૂપિયા જેવી માતબર રકમ મંજૂર કરેલ ત્યારબાદ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના ઉપક્રમે રૂપિયા ત્રણ કરોડના ખર્ચે યાત્રાળુઓના નિવાસ માટે ચાર માળની અધ્યતન લિફ્ટ સુવિધા સાથેની ધર્મશાળા , નવિન આરસપહાણ પત્થરોની કલાત્મક કોતરણી થકી મંદિર નિર્માણ, મંદિર સંચાલક મંડળની ઓફિસની સુવિધાઓ સહિતનુ નિર્માણ કાર્ય હાલમાં અંતિમ તબક્કામાં ચાલી રહ્યું છે.
ચિત્રોડ ગામ ખાતે ચાલી રહેલ આ વિકાસ કામની કામગીરીનું અત્રે દર્શન કરવા માટે આવતા યાત્રાળુઓ પ્રત્યક્ષ રીતે જોઈને ગુજરાત ભાજપ સરકાર અને ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની સાથે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, પૂર્વ સાંસદ ડોક્ટર કિરીટભાઈ પ્રેમજીભાઈ સોલંકીના આ પવિત્ર યાત્રાધામને વિકાસ કરવા માટેના દ્રઢ સંકલ્પને બિરદાવી રહ્યા છે.