જય ભવાની બંધુઓ,
ગત તા.27/08/2023 ના રોજ સાણંદ ખાતે રાજપૂત સમાજની ચિંતન શિબિર- 03 યોજાઇ તેની નોંધ ગુજરાતના ખૂણે ખૂણા સુધી અને 18 એ વર્ણમાં લેવાઈ છે. આ ચિંતન શિબિરના માધ્યમથી રાજપૂત સમાજે દર્શાવ્યું છે કે રાજપૂત સમાજ હવે જાગી ગયો છે અને કોઈપણ પડકારોને ભરી પીવા સજજ છે. તેમજ રાજપૂત સમાજને પ્રાઇવેટ કંપનીની જેમ મનસ્વી રીતે ચલાવી શકાય નહિ તેવો સ્પષ્ટ મેસેજ રાજપૂત સમાજે આપ્યો છે.
રાજપૂત સમાજને શ્રી રાજપૂત ક્ષત્રિય સુપ્રીમ કાઉન્સિલના માધ્યમથી એક એવું સંગઠન મળ્યું છે કે જેને મન રાજપૂત સમાજનું હિત સર્વોપરી હોય.
તેમજ રાજપૂત સમાજને શ્રી લક્ષ્મણસિંહ યાદવ સાહેબ જેવા સશક્ત અને સમાજલક્ષી સુપ્રીમો મળ્યા છે.
ડો. બિપીનસિંહ પરમાર સાહેબ કે જેમણે અને CDC ટીમે રાજપૂત સમાજનું વિઝન રજૂ કરતું બંધારણ આપ્યું છે. જે તેઓની દિર્ધ દ્રષ્ટિ દર્શાવે છે.
શ્રી વિક્રમસિંહજી પરમાર સાહેબ, ખરા અર્થમાં રાજપૂત સમાજના ગુરુ દ્રોણ છે. આ ચિંતન શિબિર સફળ બનાવવામાં તેઓનો સિંહ ફાળો રહ્યો છે. તેમજ તેમના વકતવ્યના પ્રત્યેક શબ્દમાં સમાજ ભાવના, સમાજનું હિત અને ક્ષાત્રત્વના દર્શન થયા છે.
શ્રી દિલીપસિંહજી બારડ બાપુએ અનેક અવરોધોની વચ્ચે સાચા ક્ષત્રિયની જેમ અડીખમ ઊભા રહી સમાજની અસ્મિતા ટકાવવાના આ પર્વને એક પ્લેટફોર્મ આપ્યું છે. અમો સૌ યુવાનો તા. 26/08 થી સાણંદ હતા. દિલીપસિંહ બાપુનો પોઝિટિવ એટીટ્યુડ અને સકારાત્મક ઉર્જા અમોએ સતત અનુભવી છે. તેમજ સમાજ માટે કઈક કરી છૂટવાની ભાવના સતત નિહાળી છે અને તેઓના વક્તવ્યમાં અનુભવી છે. શ્રી દિલીપસિંહજી બારડ તથા સાણંદ ટીમનો આભાર માનીએ એટલો ઓછો છે.
શ્રી બલદેવસિંહજી સિંધવ, શ્રી દિલીપસિંહ પરમાર (સુરત) ને શિબિર સફળ થાય અને રાજપૂત સમાજ મહતમ સંખ્યામાં આ શિબિરમાં જોડાય તે માટે સતત દોડતા નિહાળ્યા છે. ફંકશનમાં આવેલ પ્રત્યેક વ્યક્તિને પૂરતું માન સન્માન મળે તે માટે કાળજી લેતા જોયા છે. તેમના વ્યક્તવ્ય હોય કે ઈન ફોર્મલ સંવાદ હોય તેમાં સતત સમાજ ભાવના છલકાતી જોઈ છે.
અમારા વડીલશ્રી ધીરુભા ડોડિયા (રામનાથપરા) તથા શ્રી *ચંદુભા પરમારે* યુવાનોને પણ શરમાવે એવી ઉર્જા સાથે અને અન્ય સહયોગ દ્વારા શિબિરને સફળ બનાવવા ખુબજ પરિશ્રમ કર્યો છે. એમની સમાજ ભાવનાને પણ વંદન છે.
તેમજ જે વડીલો તથા આગેવાનો, રક્ત શુદ્ધતા અને રાજપૂતોની અસ્મિતા જાળવવાના આ પર્વમાં કોઈપણ જાતના દબાણને વશ થયા વગર જોડાયા છે તેમની સમાજ ભાવનાને પણ નત મસ્તક વંદન છે.
યુવા ટીમે પણ સતત એક્ટિવ રહી, સતત દોડધામ કરીને કાર્યક્રમ સફળ થાય તે માટે રાત દિવસ જોયા વગર મીટીંગો કરી છે અને આયોજન કર્યું છે. વિવિધ ષડયંત્રોને નિષ્ફળ બનાવવા યુવાનો ખુબજ મથ્યા છે. તેમજ ક્ષત્રિયને છાજે એવી રીતથી ખોટા ને ખોટા કહ્યા છે. આ યુવાનોને જોતાં એવું સ્પષ્ટ લાગે છે કે રાજપૂત સમાજનું ભવિષ્ય ગૌરવપૂર્ણ રહેવાનું છે.
ચિંતન શિબિર ૦૩ એ રાજપૂત સમાજ માટે સોનેરી ક્ષણ છે અને સમાજને નવી દિશા આપનારી બની રહી છે એવું સ્પષ્ટપણે અનુભવાયું છે.
જય ભવાની, જય રાજપૂતાના🚩