સંતો મહંતો અને રાજકીય દિગ્ગજોએ શ્રી જોગીદાસબાપુ ખુમાણના સ્ટેચ્યુનું કર્યું અનાવરણ
વિશ્વ વંદનીય મોરારીબાપુએ જોગીદાસબાપુ ખુમાણને સમાજના સાચા સંત ગણાવ્યા
પદ્મશ્રી ભીખુદાન ગઢવીની આંખોમાં હર્ષના આંસુ ઉભરી આવ્યા
ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વીર જોગીદાસબાપુના સંસ્મરણો વાગોળીને ક્ષત્રિયતાની અનોખી મિસાલ ગણાવ્યા
દિલીપ સંઘાણી, ગોરધન જડફિયાએ ખમીરતાના પ્રતિક જોગીદાસબાપુ ખુમાણની આરતી ઉતારી
લોકસાહિત્યમાં જેમનો જોટો ના જડે તેવા વીર પુરુષના સ્ટેચ્યુ અનાવરણને સમાજિક પ્રસંગ ગણાવતા મહેશ કસવાળા
ઈતિહાસનુ અમર પાત્ર- દુશ્મનીમાં પણ ખાનદાનીની દુનિયાને પ્રેરણા આપનાર માં-બહેન દીકરીની ઇજ્જતના સાચા રખેવાળ શ્રી જોગીદાસબાપુની મૂર્તિનું અનાવરણ ઈશ્વરીય સદભાગ્ય મને મળ્યુ- મહેશ કસવાલા
સંત અને શૂરાની ધરતી કહેવાતા સૌરાષ્ટ્રમાં ઇતિહાસના પાને કંડારાયેલા વીર જોગીદાસબાપુ ખુમાણનું નામ સોનેરી અક્ષરોમાં અંકિત છે તેવા બહારવટીયા પણ સંત તરીકે ખ્યાતિ પામેલા જોગીદાસબાપુ ખુમાણના સ્ટેચ્યુ અનાવરણ પ્રસંગ આજે સાવરકુંડલા શહેરમાં યોજાયો હતો, સંતો મહંતો અને રાજકીય મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે હકડેઠઠ જનમેદની વચ્ચે પદ્મશ્રી ભીખુદાન ગઢવી ના કંઠસ્થ જેમના લોકગીતો અને લોક સાહિત્યથી ઝવેરચંદ મેઘાણીએ લખી છે તેવા વીર જોગીદાસબાપુ ખુમાણના સ્ટેચ્યુ અનાવરણ પ્રસંગે ચાર ચાંદ લાગ્યા હતા.
સાવરકુંડલા નગરપાલિકા સાથે શહેરના સંત અને સામાજિક શ્રેષ્ઠીઓ દ્વારા કરાયેલ શ્રી જોગીદાસબાપુ ખુમાણના સ્ટેચ્યુ અનાવરણ પ્રસંગને દિપાવવા પરમ પૂજ્ય વિશ્વ વંદનીય મોરારીબાપુ, સતાધાર મહંત વિજયબાપુ, પાળીયાદ મહંત ભયલુંબાપુ, પરમ પૂજ્ય જ્યોતિમૈયા, ઉષામૈયા, લવજીબાપુ, બાપલુંબાપુ, મહાવીરબાપુ, વિધાગુરૂ ફાઉન્ડેશનના હરેશ મહેતાની ગરીમામય ઉપસ્થિતી વચ્ચે પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પૂર્વ ગૃહમંત્રી ગોરધન ઝડફીયા, ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી, વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરીયા, સાંસદ ભરત સુતરીયા, ધારાસભ્ય જે.વી.કાકડીયા, હીરા સોલંકી, જનક તળાવીયા સહિતના રાજકીય મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ સાથે હજારો વ્યક્તિઓની હકડેઠઠ જનમેદની વચ્ચે પદ્મશ્રી ભીખુદાન ગઢવીએ વીર જોગીદાસબાપુ ખુમાણ ની ખુમારીની વાતો વાગોળી હતી
વીર જોગીદાસબાપુ ખુમાણની ખમીરવંતી મૂર્તિનું સ્થાપન થાય અને સાવરકુંડલા શહેરની ઓળખ જોગીદાસબાપુ ખુમાણના સાવરકુંડલા તરીકે થતી હોય ત્યારે ધારાસભ્ય મહેશ કસવાળાએ આગવી ઓળખના અંજવાલા ઇતિહાસના પાને કંડારાયેલા હોય તેવા જતી પુરુષ શ્રી જોગીદાસબાપુ ખુમાણનું વિશાળ કદનું ઘોડા સાથેનું સ્ટેચ્યુ પાલિકાના પટાંગણમાં સ્થાપિત થવા ભવ્ય કાર્યક્ર્મમાં આંખો ચાર થઇ જાય તેવી હકડેઠઠ જનમેદની વચ્ચે ધારાસભ્ય મહેશ કસવાળાએ જ્ઞાતિ જાતિથી પર રહીને સીમાડાની સુરક્ષા સાથે ખાનદાનીના ખમીરની પ્રસંશા કરી હતી.
ઇતિહાસના પાને જે નાવલી નદી નું પાણી અગ્લાજ કરીને ભાવનગર સ્ટેટ સામે બહારવટુ ખેલીને ખાનદાની પૂર્વકની લડાઈ લડેલ વીર જોગીદાસબાપુ ખુમાણ ની વાતો લોકસાહિત્ય અને લોક સાહિત્યકારોના કંઠસ્થ સાંભળી છે પણ તેમનું તાદ્રશ્ય ઉમદા ઉદાહરણ રૂપી પ્રતિમા મૂર્તિનું સ્થાપન સાવરકુંડલા નગરપાલિકાને જોગીદાસબાપુ ખુમાણ નામ આપીને એક વીર પુરુષને નામે પાલિકા ઓળખવાનું કામ કરીને એક સૌરાષ્ટ્રનો ઇતિહાસ ફરી યુવા પેઢીને ખ્યાલ આવે તેવા હેતુ સાથે ધારાસભ્ય મહેશ કસવાળાએ સંતોના સાનિધ્યમાં રાજકીય મહાનુભાવોની વિશિષ્ઠ હાજરીઓમાં યોજાવવાની ખુશી વ્યક્ત કરી હતી
સાથે સાથે ઈતિહાસનુ અમર પાત્ર- દુશ્મનીમાં પણ ખાનદાનીની દુનિયાને પ્રેરણા આપનાર – માં – બહેન દીકરીની ઇજ્જતના સાચા રખેવાળ શ્રી જોગીદાસબાપુની મૂર્તિનું અનાવરણ ઈશ્વરીય સદભાગ્ય મને મળ્યુ હોવાનો અનેરો અહેસાસ મહેશ કસવાલાએ અનુભવ્યો હોવાનું જણાવ્યું હતું.
ત્યારે વિશ્વ વંદનીય પૂજ્ય મોરારીબાપુએ ધારાસભ્ય મહેશ કસવાળાના કાર્યકાળ દરમ્યાન વીર પુરુષ જોગીદાસબાપુ ખુમાણની મૂર્તિ સ્થાપન સાથે રિવરફ્રન્ટ આકાર પામે તેમા પણ સહભાગી થવાનો જાહેર મંચ પરથી મોરારીબાપુએ જણાવ્યું હતું
અને પુ મોરારીબાપુ સહિત સૌએ સાચા લોકપ્રતિનિધિ શ્રી કસવાલાની સૂજ-બૂજને મંચ પરથી બિરદાવી હતી. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ગોરધનભાઈ જડફિયા, દિલીપભાઈ સંઘાણીએ આજે પણ ઇતિહાસ જેમના સાક્ષી બન્યા છે તેવા વીર પુરુષ જોગીદાસ બાપુ ખુમાણની પ્રતિમા અનાવરણ સમયે નત મસ્તક વંદન કરીને વીર પુરુષને સમાજના સાક્ષી બનાવનાર સાવરકુંડલા વાસીઓને હ્રદયથી અભિનંદન આપ્યા હતા
સાવરકુંડલા શ્રી જોગીદાસબાપુ ખુમાણ અનાવરણ સમિતિના ભક્તિબાપુ, કનુબાપુ ખુમાણ, દેવચંદભાઈ કપોપરા અને ડો.દીપકભાઈ શેઠ સાથે સાવરકુંડલા નગરપાલિકાના પ્રમુખ મેહુલ ત્રિવેદી, પ્રતીક નાકરાણી, અશોકભાઈ ચૌહાણ, અશોકભાઈ ખુમાણ, જનકબેન આલ સાથે પાલિકાના ચીફ ઓફિસર હસમુખભાઈ બોરડ દ્વારા જાજરમાન કાર્યક્રમ યોજીને વીર જોગીદાસબાપુ ખુમાણને એક મુઠ્ઠી ઉંચેરા માનવીએ ઇતિહાસના પાને કંડારાયેલા જતી પુરુષનું સ્થાપનનો ઐતિહાસિક વારસો ફરી જીવંત કરવામાં સફળ થયા હતા તેમ સાવરકુંડલા અટલધારા કાર્યાલયની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.