પાટણ, એ.આર, એબીએનએસ: પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વારાહી ખાતે આવેલ પીએમ ગોકલાણી હાઇસ્કુલ ખાતે વારાહી જતવાડ જત સમાજ સેવા સમિતિ દ્વારા પ્રથમ સમૂહ શાદી યોજાઈ જેમાં 13 યુગલો એ સમૂહ શાદી ની અંદર નિકા પઢીને પ્રભુતામાં પગલાં પાડયાં આ પ્રસંગે મોટી સંખ્યામાં જત સમાજના લોકો સમગ્ર ગુજરાત ભરમાંથી ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે મોલાના દ્વારા અને મૌલવીઓ દ્વારા દીકરીઓ અને દીકરાઓને આશીર્વાદ આપવામાં આવ્યા હતા.
આ પ્રસંગે નવ યુગલો ને આશીર્વાદ આપવા માટે લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ આ પ્રસંગે પ્રથમ સમૂહ શાદી પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વારાહી ખાતે યોજાયેલ આ પ્રસંગે જતવાડ જત સમાજ સમુહ સાદી પ્રમુખ જત સરદારખાન કરીમ ખાન અમરાપુર વાળા અને ઉપ પ્રમુખ જત હબીબ ખાન રહેમતખાન ભોજાણી અને ઉપ પ્રમુખ જત એહમદ ખાન અલી ખાન મીઠાણી અને મંત્રી જત હાજી ઉમરખાન અલી ખાન રાણાણી અને સહ મંત્રી જત સિકંદર ખાન હાજી કરીમ ખાન હાલાણી અને અન્ય મહાનુભાવો ની ઉપસ્થિતિ માં વારાહી ખાતે પ્રથમ જતવાડ જત સમાજ ની સમુહ સાદી મહોત્સવ યોજાયો હતો.જેમાં 13 યુગલો એ પ્રભુતામાં પગલાં પાડયાં હતાં.
આ પ્રસંગે આશીર્વાદ આપવા ઉપસ્થિત મેહમાનો જેમાં ગોતરકા મહાવલી જગ્યાના ગાદી નવીન અનવરશા બાપુ અને રસુલખાન રેહમતખાન મલેક અને રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને બનાસ બેંકના વાઇશ ચેરમેન કેશુભા પરમાર અને રાધનપુર માર્કેટ યાર્ડના ચેરમેન ડોક્ટર કનુભાઈ પટેલ અને પૂર્વ પ્રમુખ અમથાભાઈ ચૌધરી અને ડોક્ટર નવીનભાઈ ઠક્કર અને અન્ય મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સ્ટેજ સંચાલન પો સુરેશભાઈ ઓઝા સાહિત્ય કાર અને યાસીનભાઈ મુલતાની દ્વારા કરવામાં આવ્યું હતું.
કચ્છ કાઠીયાવાડ ચોવીસી ઝાલાવાડ અને સુરત સહિતના જત સમાજના લોકો અને દરબાર પરમાર સમાજના અને અન્ય મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે વારાહી ખાતે સેવાકીય પ્રવૃતિ કરતા લોકોના સન્માન કરવામાં આવ્યો હતો આ પ્રસંગે વારાહીના વેપારીઓ અને હાલ અમદાવાદ ખાતે રહેતા વિપુલભાઈ ઠક્કર અને હરિભાઈ ઠક્કર અને અન્ય મહેમાનોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. તો દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું સમૂહ લગ્નની અંદર કામગીરી કરનાર તમામ કમિટીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
સાથે સાથે મંડપ ડેકોરેશન રસોયા પત્રકાર સહિતના લોકોનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. પ્રથમ સમૂહ લગ્ન ની અંદર મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા કોમી એકતાના દર્શન કરાવ્યા હતા વાલ્મિકી થી બ્રાહ્મણ સુધી મુસ્લિમ સમાજની દીકરીઓને આશીર્વાદ આપવા માટે લોકો ઉપસ્થિત રહ્યા હતા
આ પ્રસંગે કાશ્મીર ની અંદર પહેલગામ અંદર થયેલા આતંકી હુમલામાં અવસાન પામેલા લોકોને મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી સાથે સાથે જત મુસ્લિમ સમાજે ત્રાસવાદી દ્વારા કરવામાં આવેલા હુમલાને વખોડી કાઢયો હતો અને આવા લોકોને મુસ્લિમ સમાજ સમર્થન નથી આપતી મુસ્લિમ સમાજને આવા લોકો બદનામ કરે છે તેવું જણાવ્યું હતુ. આ પ્રસંગ ભોજન દાતા જત ખાનાજી મામંદજી પરિવાર હસ્તે હાજી ખાન ખાનાજી વારાહી અને મંડપના દાતા જત હિસાબ ખાન ડોસાજી પરિવાર અને જત રહેમત ખાન ઈસબખાન પરિવાર અને જત હમીરખાન ઈશબ ખાન પરિવાર અને જત મહમદ ખાન ઇસબ ખાન અને જત મેઘજી ખાન ઈસબખાન અને જત રસુલખાન રેહમતખાન નુ સન્માન કરવામાં આવ્યું આ પ્રસંગે અન્ય દાતાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.