Latest

સરકારી શાળાઓ અંગે ખાનગી શાળાઓના શિક્ષકોની સમજણ બદલાઈ. જિલ્લાની સરકારી પ્રાથમિક શાળામાં ક્લાસરૂમ કોઓર્ડિનેશનનો પ્રારંભ.

વડોદરા: ‘હવે જો મારા સંતાનોને સરકારી શાળામાં અભ્યાસ કરવા માટે મૂકવા હોય તો હું ખચકાઉ નહીં…’ આ શબ્દો વડોદરામાં સરકારી શાળાની મુલાકાત દરમિયાન એક ખાનગી શાળાના કર્મીના રાજ્યમાં સરકારી શાળાઓમાં અપાતા સુવિધા પૂર્ણ અને ગુણવત્તા યુક્ત શિક્ષણની ગવાહી પૂરે છે…

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા બહુઆયામી જ્ઞાન સંગમ પ્રોજેકટ કાર્યાન્વિત કરાયો છે.મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડોદરામાં આ પ્રોજેક્ટનું તાજેતરમાં લોન્ચિંગ કર્યું હતું.

આ પ્રોજેક્ટ અંતર્ગત ક્લાસરૂમ કોઓર્ડિનેશનનો પ્રારંભ થયો છે. તેના ભાગરૂપે ખાનગી શાળાના શિક્ષકો સરકારી પ્રાથમિક શાળાની મુલાકાત લેશે અને સાથે સાથે સરકારી પ્રાથમિક શાળાઓમાં અપાતી શિક્ષણ પદ્ધતિ અને ઉપલબ્ધ સુવિધાઓની જાણકારી પણ મેળવશે.

આ પ્રોજેક્ટ અંતર્ગત પ્રથમ તબક્કામાં શિક્ષકો વચ્ચે પરસ્પર પરિચય કેળવવામાં આવશે અને બાદમાં એક વર્ગની શિક્ષણ પદ્ધતિ અને તેના મોડ્યુલને સમજવા ચર્ચા હાથ ધરાશે, એટલું જ નહીં બાળકો સાથે પણ આ શિક્ષકો દ્વારા સંવાદ સાધીને તેની ક્ષમતાના મૂલ્યાંકન કરવાનો પ્રયત્ન કરવામાં આવશે.

આ પ્રોજેક્ટ હેઠળ ખાનગી શાળાના શિક્ષકોએ વડોદરા શહેરની ચાર અને જિલ્લાની છ મળી કુલ ૧૦ સરકારી પ્રાથમિક શાળાની તાજેતરમાં મુલાકાત લીધી હતી.

વડોદરા જિલ્લાની નવા શિહોરા, ડભોઇ કન્યા શાળા, ડબકા, કરજણ જલારામનગર પ્રાથમિક શાળા, બિલ, લીમડા અને દુમાડ ગામની પ્રાથમિક શાળા ઉપરાંત શહેરની કવિ દુલા કાગ, સયાજીગંજ, સમા પ્રાથમિક શાળાની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં કેજીઆઇટી, નોબલ, જૈન સ્કૂલ, નવરચના, અંબે વિદ્યાલય, ઊર્મિ સ્કૂલ, એમિકસ શાળાના શિક્ષકો આ જ્ઞાન સંગમ પ્રોજેક્ટમાં જોડાયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરામાં હાથ ધરાયેેલ આ પ્રોજેક્ટ અંતર્ગત સરકારી પ્રાથમિક શાળામાં સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલા સંશાધાનો પ્રત્યે ખાનગી શાળાના શિક્ષકોએ સંતૃષ્ટિ વ્યક્ત કરી હતી.
મજાની વાત તો એ છે કે, એક ખાનગી શાળાના કર્મીએ કહ્યું કે, અમને એવો ખ્યાલ નહોતો કે રાજ્ય સરકાર દ્વારા આટલી સરસ સુવિધાઓ સરકારી પ્રાથમિક શાળામાં પૂરી પાડવામાં આવી રહી છે. સરકારી શાળાઓ અંગે અમારી જે સમજણ હતી, તે બદલાઇ છે.

વડોદરા જિલ્લા કલેક્ટર શ્રી અતુલ ગોર અને જિલ્લા વિકાસ અધિકારી ડો. રાજેન્દ્ર પટેલ વડોદરા શહેરની સમા પ્રાથમિક શાળામાં જ્ઞાન સંગમ પ્રોજેક્ટનું અમલીકરણ જોવા માટે પહોંચી ગયા હતા. એટલું જ નહીં પણ એક વિદ્યાર્થીની જેમ વર્ગખંડમાં બેસી શિક્ષણ પદ્ધતિનું નિરીક્ષણ કર્યું હતું.

દુમાડ ખાતે આવેલી પ્રાથમિક શાળામાં ઊર્મિ સ્કૂલના ત્રણ શિક્ષકો નિયત સમયે આવી પહોંચ્યા હતા. જ્યાં પ્રાથમિક શાળાના ગુરુગણ સાથે પરિચય કેળવી તેમણે વર્ગ ખંડોની મુલાકાત લઇ શૈક્ષણિક કાર્યથી માહિતી મેળવી હતી. આ શાળામાં આ પ્રોજેક્ટથી છાત્રો અને શિક્ષકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતી.

જ્ઞાન સંગમ પ્રોજેક્ટ અંતર્ગત ૩૦૦થી વધુ છાત્રો ધરાવતી વડોદરા શહેરની ૬૦ અને જિલ્લાની ૮૩ શાળાઓ મળી કુલ ૧૪૩ સરકારી પ્રાથમિક શાળાઓ અને ખાનગી શાળાઓ વચ્ચે શૈક્ષણિક પદ્ધતિઓનું આદાનપ્રદાન કરવામાં આવી રહ્યું છે.

આ પ્રોજેક્ટમાં શહેરની ૨૯ અને ગ્રામ્યની ૧૮ સહિત કુલ ૪૭ ખાનગી શાળાઓના શિક્ષકો પોતાની આવડત અને કૌશલ્યનો લાભ સરકારી પ્રાથમિક શાળાને આપવાના છે.જેમાં વડોદરા શહેરના ૨૭,૪૮૯ અને જિલ્લાના ૩૩,૬૩૮ સહિત કુલ ૬૧,૧૨૭ વિદ્યાર્થીઓને ખાનગી શાળાઓના શ્રેષ્ઠ શિક્ષકોના જ્ઞાનનો લાભ મળશે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કુંભમેળાને હરીત કુંભ બનાવવા એક થાળી એક થેલા અભિયાનમાં પાલીતાણાથી 1100 થાળી અને 1100 થેલા મોકલવામાં આવશે

આગામી 13 જાન્યુઆરીથી પ્રયાગરાજ ખાતે કુંભ મેળો શરૂ થનારા છે ત્યારે પાલીતાણાથી એક…

સાવરકુંડલા ગાધકડા તેમજ ગણેશગઢ ગામના ખેડૂતોના પ્રશ્નોનું સુખદ સમાધાન કરાવતા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કાછડીયા

અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે સુમેળ ભર્યું સમાધાન કરાવી વિકાસને વેગ અપાવતા શ્રી જીતુ…

બુલેટ ટ્રેન નિર્માણ સ્થળો ખાતે 100 નુક્કડ નાટકો દ્વારા 13,000 થી વધુ કામદારો માટે સલામતી જાગૃતિ અભિયાનનું આયોજન

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના બાંધકામના સ્થળોએ…

ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્સ્ટ્રીના વાર્ષિક સ્નેહમિલનમાં ઉપસ્થિત રહેતા રાજ્યના મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ ખાતે ગુજરાત ચેમ્બર્સ…

વિહિપ દ્વારા ઉ.ગુજ.ના ચાર જિલ્લામાં આયોજિત સામાજિક સમરસતા યાત્રાનું ભવ્ય સામૈયું કરાયું..

એબીએનએસ પાટણ: સામાજિક સમરસતા યાત્રા પાટણ શહેરના વિવિધ માર્ગો પરથી પ્રસ્થાન પામતા…

1 of 568

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *