Latest

સારંગપુર, મીરાનગર, લક્ષ્મણનગર વિસ્તારમાં જિલ્લા પોલીસના 22 અધિકારીઓ અને 130 જવાનોનું કોમબિંગ, પોલીસે અલગ અલગ કલમો મુજબ કાર્યવાહી હાથ ધરી

ભરૂચ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા અંકલેશ્વરના સારંગપુર, મીરાનગર, લક્ષ્મણનગર વિસ્તારમાં 22 પોલીસ અધિકારી અને 130 પોલીસ કર્મીઓની અલગ અલગ 17 ટીમો બનાવી કોમબિંગનું આયોજન કરાયું હતું. જેમાં પોલીસે વાહન ચેકીંગ,ભાડુઅતોની જાણ નહિ કરતાં માલિકો,પ્રોહિબીસીન સહિતની કામગીરી હાથ ધરાઈ હતી.

ભરૂચ જિલ્લા.એસપી.ડો.લીના પાટીલે અસામાજિક પ્રવૃતિઓ પર અંકુશ લાવવાના હેતુથી શકમંદ ઇસમો ભાડુઆતની જાણ ન કરતા મકાન માલીકોને, નંબર પ્લેટ વગરના તેમજ શકમંદ વાહનો, હથિયાર, પ્રોહીબિશન પ્રવૃતિ, નાર્કોડીક્સ, ગુનેગારોને ચેક કરવા તેમજ તકેદારી રાખવા માટે દરેક પોલીસ મથકમાં આદેશ આપ્યા હતાં.

અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સારંગપુર, મીરાનગર, લક્ષ્મણનગર વિસ્તારમાં મોટા ભાગના પરપ્રાંતીયો અન્ય રાજ્યમાંથી આવીને વસવાટ કરે છે.

જેથી અંકલેશ્વર GIDC પોલીસે તેમના વિસ્તારમાં આવતા સારંગપુર, મીરાનગર, લક્ષ્મણનગરમાં ભરૂચ જિલ્લા LCB, SOG.પેરોલ સ્કોર્ડ, ક્યુ.આર.ટી, BDDS. તથા અંકલેશ્વર ડીવીઝનના તમામ અધિકારી તથા કર્મચારીઓની અલગ અલગ 17 ટીમો બનાવી કોમ્બીંગનું આયોજન કરવામાં આવ્યું.હતું.

જેમાં ASP-01, DYSP-01, PI,-08, PSI-12 અને ASI-HC-PC-130 કર્મીઓ કોમબિંગની કામગીરીમાં જોડાયા હતાં.
આ કોમબિંગ દરમિયાન પોલીસે અલગ અલગ વિસ્તારમાં સર્ચ કરતા પોલીસે એમ.વી.એકટ 207 મુજબ કુલ 91 વાહન જપ્ત કર્યા હતા.

જ્યારે IPC કલમ 188 મુજબ જાહેરનામા ભંગ કરનાર મકાન/દુકાન ભાડુઆત વિરૂધ્ધના કુલ 44 કેસ કર્યા હતા. પ્રોહીબીશન એકટ મુજબ કુલ 18 કેસો, દારૂ પીને વાહન ચલાવતા ઇસમો વિરૂદ્ધ 07 કેસ,એચ.એસ. ચેક-05,એમ.સી. આર.ચેકના 22 અને બી-રોલ હેઠળ 67 લોકો સામે કાયદેસર કાર્યવાહી કરાઈ હતી.

પોલીસ દ્વારા અચાનક કોમબિંગ હાથ ધરવામાં આવતા ગુનાખોરી આચારતા ગુનેગારોમાં ફફડાટ ગેલાઈ ગયો છે.

ભાવેશ મુલાણી, ભરૂચ.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ગુજરાત અને જાપાનના શિઝુઓકા પ્રીફેક્ચર વચ્ચે મૈત્રીનો નવો સેતુ રચાયો

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, ગુજરાત અને…

કુંભમેળાને હરીત કુંભ બનાવવા એક થાળી એક થેલા અભિયાનમાં પાલીતાણાથી 1100 થાળી અને 1100 થેલા મોકલવામાં આવશે

આગામી 13 જાન્યુઆરીથી પ્રયાગરાજ ખાતે કુંભ મેળો શરૂ થનારા છે ત્યારે પાલીતાણાથી એક…

સાવરકુંડલા ગાધકડા તેમજ ગણેશગઢ ગામના ખેડૂતોના પ્રશ્નોનું સુખદ સમાધાન કરાવતા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કાછડીયા

અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે સુમેળ ભર્યું સમાધાન કરાવી વિકાસને વેગ અપાવતા શ્રી જીતુ…

1 of 568

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *