કપિલ પટેલ દ્વારા અરવલ્લી
મોડાસાના સરડોઇ ના લોકસંસ્કૃતિ વિદ્દ ગુજરાતની લોકસંસ્કૃતિ ને રાષ્ટ્રીય કક્ષાએ ઉજાગર કરનાર મોતીભાઈ ભગવાનભાઈ નાયક નું મહારાજા સયાજીરાવ ગાયકવાડ વિશ્વ વિદ્યાલય -વડોદરા તેમજ ગુજરાત સરકાર ના કમિશ્નર યુથ સર્વિસ અને કલચર એક્ટિવિટી ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે પ્રકાશિત
ભારતીય લોકકલાકાર ગ્રંથમાં પ્રો. સુધીરકુમાર સક્સેના જન્મશતાબ્દી મહોત્સવની ઉજવણી પ્રસંગે મોડાસા ના લેખક ડો. સંતોષ દેવકરે ભારતીય સંસ્કૃતિના કલાકાર મોતીભાઈ નાયક શિર્ષક થી લેખ પ્રગટ કરેલ છે. મહારાજા સયાજીરાવ ગાયકવાડ વિશ્વ વિદ્યાલયના કુલાધિપતિ રાજમાતા શુભાંગીનીરાજેગાયકવાડ, કુલપતિ પ્રો. વિજયકુમાર શ્રીવાસ્તવ, તબલાં વિભાગના વડા પ્રો. ગૌરાંગ ભાવસાર, સહિતનાં મહાનુભાવોએ નાયકની ભવાઈ કલા -નાટ્યકલા બિરદાવી આશીર્વચન પાઠવ્યા હતા. ભારતના પિસ્તાળીસ સંસ્કૃતિવિદ અને કલાવિદો ની સિદ્ધિઓને આ પ્રતિષ્ઠિત ગ્રથમાં બિરદાવેલ હોઈ ભારતીય લોકકલા મહાસંગ -પ્રયાગરાજ (ઉ. પ્ર. )ના અધ્યક્ષ અતુલ યદુવંશી, પ્રસિધ્ધ લોકસાહિત્યકાર ડો. હરિશ્ચંદ્ર બોરકર, તેમજ સી. સી. આર. ટી. ન્યૂ. દિલ્હી ના નિયામક રાહુલજી સહિતનાં અનેક વિદ્વાનોએ નાયકને અભિનંદન સાથે શુભકામનાઓ પાઠવી છે.