Latest

સાવરકુંડલા ગાધકડા તેમજ ગણેશગઢ ગામના ખેડૂતોના પ્રશ્નોનું સુખદ સમાધાન કરાવતા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કાછડીયા

અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે સુમેળ ભર્યું સમાધાન કરાવી વિકાસને વેગ અપાવતા શ્રી જીતુ કાછડીયા

સાવરકુંડલા તાલુકાના ગાધકડા ગામના ખેડૂતો દ્વારા પાણી પુરવઠા યોજના અંતર્ગત ચાલતા કામમાં રૂકાવટ લાવતા આ પ્રશ્નની જાણ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી જીતુભાઈ કાછડીયા ને થતા તેઓએ સાવરકુંડલા વિસ્તારના ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલાની સૂચના અને માર્ગદર્શન નીચે ખેડૂતોને તથા અધિકારીઓને સાથે રાખી સ્થળ ઉપર સમજાવટ કરી અને આ પ્રશ્નનું સુખદ સમાધાન કરાવી વિકાસના કામને આગળ વધારવાનો પ્રયાસ કરવાનો પ્રયત્ન કરવામાં આવેલ છે

અને આ પ્રશ્નના નિકાલથી લોકોમાં ગેરસમજ જે હતી તે દૂર કરાવી ખેડૂતોને થતા પાકના નુકસાનનો નિયમો મુજબ વળતર સહાય મળે તેવી અધિકારીઓ તરફથી પણ સંમતિ આપતા આ પ્રશ્નનું સુખદ સમાધાન કરવામાં આવેલ છે આ કાર્યવાહીમાં તાલુકા પંચાયત સાવરકુંડલાના પ્રમુખશ્રી જીતુભાઈ કાછડીયા તથા સાવરકુંડલા તાલુકાના સરપંચ એસોસિએશનના પ્રમુખશ્રી હિતેશભાઈ ખાત્રાણી તથા ખેડૂતો અને ગામ આગેવાનો સાથે પાણી પુરવઠાના અધિકારીઓ પણ હાજર રહેલ હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કેબિનેટ મંત્રીના અધ્યક્ષ સ્થાને ધ્રોલ એસ.ટી.ડેપો વર્કશોપ તથા જોડિયા એસ.ટી.બસ સ્ટેશનનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો

જામનગર, સંજીવ/અમિત, એબીએનએસ: રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ તથા વિજ્ઞાન…

નાણામંત્રી નિર્મલા સીતારમન દ્વારા રજૂ કરાયેલ કેન્દ્રીય બજેટ ૨૦૨૬ ને આવકારતું જામનગર શહેર ભાજપ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: નાણામંત્રી નિર્મલા સીતારમને ૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ના…

1 of 625

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *